1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2024 (18:34 IST)

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

asopalav
asopalav
હિન્દુ ધર્મમાં વૃક્ષ અને છોડની પૂજાનુ વિધાન છે. આ સાથે જ કેટલાક વૃક્ષના પાનનો ઉપયોગ  અનેક ધાર્મિક અનુષ્ઠાનો માં પણ થાય છે. આજે અમે તમને એક આવા જ ઝાડના પાન સાથે જોડાયેલ કેટલાક વાસ્તુ ટિપ્સ બતાવીશુ. જેને  અપનાવીને તમારુ ઘર ઘન ધાન્યથી ભરેલુ રહેશે  
 
 આસોપાલવનુ વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય છે. આ ઝાડના પાનનો પ્રયોગ મોટેભાગે ધાર્મિક પૂજા પાઠમાં થાય છે. આસોપાલવનુ ઝાડ જેને અહિંસા વૃક્ષ પણ કહે છે. હિન્દુ ધર્મમાં આ એક પવિત્ર ઝાડ માનવામાં આવે છે. જો તમારી આર્થિક સ્થિતિમાં તમે સુધારો કરવા માંગો છો અને ધન સંપન્નતાને કાયમ રાખવા માંગો છો તો  જાણી લો આસોપલવના વૃક્ષના પાનના આ અચૂક ઉપાય  
 
ધન ધાન્યમાં વૃદ્ધિ માટે અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ   
 
- માન્યતા છે કે આસોપાલવના પાનને ઘરમાં મુકવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શુક્રવારના દિવસે 11 આસોપાલવના પાનને એક લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં મુકી દો. આવુ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.  
 
- આસોપાલવના ઝાડની જડ ધન પ્રાપ્તિના હિસાબથી ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. આ ઝાડની જડને શુભ મુહૂર્તમાં ઘરે લઈને આવો અને તેની જડને સ્વચ્છ પાણીથી ધોયા પછી સુકાવીને ઘરની તિજોરીમાં મુકી દો. આવુ કરવાથી ઘરમાં ઘનની કમી નહી રહે. 
 
- જો તમારા વેપારમાં વૃદ્ધિ જોઈએ તો આસોપાલવના પાનની માળા બનાવીને તેને તમારી ઓફિસ કે દુકાનના મુખ્ય દરવાજા પર લટકાવી દો. આવુ કરવાથી તમારા વેપારમાં દિવસ-રાત વૃદ્ધિ થશે.   આ સાથે વેપારમાં ખૂબ  નફો પણ થશે. 
 
- જે વિદ્યાર્થીઓનુ અભ્યાસમાં મન નથી લાગતુ તેને અશોકના પાનથે દેવી મા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. વાસ્તુ મુજબ આવુ કરવાથી તેમની બુદ્ધિ અને જ્ઞાનમા વૃદ્ધિ થાય છે અને કરિયરમાં સારી નોકરીની પ્રાપ્તિ થાય છે. 
 
- આસોપાલવના ઝાડ પર રોજ જળ અર્પિત કરવાથી મા ભગવતીની કૃપા બની રહે છે. શાસ્ત્રો મુજબ જે લોકો નિયમિત રૂપથી આસોપાલવના ઝાડ પર જળ ચઢાવે છે તેમને માનસિક રોગ, ગૃહ ક્લેશ, કર્જ વગેરે સમસ્યાઓથી જલ્દી મુક્તિ મળે છે.  આ સાથે જ અશોક વૃક્ષની નીચે ઘી નો દીવો પ્રગટાવવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા પ્રવેશ કરતી નથી.