ટીવી પર નવા કાર્યક્રમોની બહાર

વેબ દુનિયા|

આઈપીએલ ટ્વેટી-20 ક્રિકેટ પછી જો તમે ફરીથી તે જુના ટીવી કાર્યક્રમો જ જોવાના હોય તો જરા રોકાઈ જાવ, જૂન મહિનામાં એવા કેટલાયે કાર્યક્રમો પ્રસારિત થવા જઈ રહ્યાં છે જે બદલાવ પસંદ કરનાર દર્શકોને જરૂર પસંદ આવશે.

કદાચ આ જ કારણ છે કે બધી જ મનોરંજન ચેનલોએ હવે નવા નવા કાર્યક્રમ પ્રસારિત કરવા માટે પોતાની કમર કસી લીધી છે. જ્યાં સોની ઈંટરટેનમેંટ ચેનલ સલમાન ખાનને લઈને 'દસ કા દમ-2' અને રિયાલીટી શો 'ઈંટરટેનમેંટ કે લિયે કુછ ભી કરેગા' લઈને આવી છે તો ફિક્શનને લઈને 'લેડિઝ સ્પેશ્યલ', 'ભાસ્કર ભારતી', 'પાલમપુર એક્સપ્રેસ', ચિતોડની રાણી પદ્માવતી કા ઝૌહર' જેવા કાર્યક્રમો પ્રસ્તુત કરી રહી છે.
ત્યાં કલર્સ પણ 'ઈંડિયા ગોટ ટેલેંટ' નામનો રિયાલીટી શો તેમજ 'છોટે મિયા-2' લઈને આવી રહી છે. આ દિવાય રાખી સાવંતના વિવાદોથી ઘેરાયેલ નવો કાર્યક્રમ 'રાખી સાવતં કા સ્વયંવર' પણ જુનના મધ્યમાં રજુ થવા જઈ રહ્યો છે.

સબ ટીવી પર 'મણીબેન ડોટ કોમ', નામની નવી સીરીયલ (સ્મૃતિ ઈરાની તેમાં નવા રૂપમાં દેખાશે)નો પ્રારંભ થઈ ચુક્યો છે. જો કે આઈસીસી ટ્વેટી-20 ક્રિકેટ વિશ્વ કપ આ કાર્યક્રમો માટે એક પડકાર જરૂર છે, તે છતાં પણ રોજીંદા દર્શકો માટે આ ખુબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો :