બિગ બોસના ઘરમાં પામેલાની એંટ્રી
15
નવેમ્બરની સાંજે જેવી જ મુંબઈના એયરપોર્ટ પર ગ્રે રંગની ડ્રેસમાં પામેલા એંડરસન જોવા મળી કે આ વાતની ખાતરી થઈ અઈ કે બેવોચ બેબ હવે બિગ બી ના ઘરની શોભા વધારશે. સૂત્રોના જણાવ્યા મુજબ તે ફક્ત ત્રણ દિવસ આ ઘરમાં રહેશે. આ પ્રકારના રિયાલીટી શો માં ભાગ લેવો એ પામેલા માટે નવી વાત નથી. 'બિગ બ્રધર' ઓસ્ટ્રેલિયામાં તે ભાગ લઈ ચૂકી છે. 'બિગ બોસ' પ્રસારણ કરનારી ચેનલ આ વાતને માની રહ્યુ છે કે પામેલાની બિગ બોસમાં એંટ્રી થવાથી આ શો ની ટીઆરપીમાં જોરદાર વધારો થવાનો છે.
પોતાની સુંદરતાથી બધાનુ દિલ જીતનારી 43 વર્ષીય પામેલા આ શો માં સાડી પણ પહેરશે. તેમની સાડી ડિઝાઈન કરવાની જવાબદારી જાણીતા ડિઝાઈનર એશ્લે રિબેલોને આપવામાં આવી છે. જો કે મોટાભાગના દર્શકો તેમને બિકનીમાં જોવી પસંદ કરશે. શુ દર્શકોની આ ઈચ્છાનુ ચેનલ ધ્યાન રાખશે. 16 નવેમ્બરથી પામેલા બિગ બોસના લોનાવાલા ખાતે આવેલા હાઉસમાં પ્રવેશ કરશે. ચર્ચા છે કે ત્રણ દિવસ રહેવાના બદલામાં એમને અઢી કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.