બિગ બોસ 4 : કોણ બનશે વિજેતા ?

P.R

શ્વેતા તિવારી પ્રથમ દિવસે જ બિગ બોસના હાઉસમાં જોડાઈ છે અને અત્યાર સુધી ટકેલી છે. નવ વખત તેણે ઘરથી બેઘર કરવા માટે નોમિનેટ કરવામાં આવી, પરંતુ શ્વેતાને લોકોએ દરેક વખતે બચાવી લીધી. ડોલી અને તેની લડાઈ ખૂબ ચર્ચિત રહી. પછી ડોલીએ માફી માંગી મામલાનો અંત લાવ્યો.

પ્લસ પોઈંટ

ટીવી કલાકાર શ્વેતાના ઘણા પ્રશંસકો છે, જે તેને કોઈપણ રીતે વિજેતા બનતી જોવા માંગે છે. નવ વખત લોકોએ તેને બચાવીને સાબિત કર્યુ છે કે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણા બોલીવુડ કલાકાર રાણી મુખર્જી, વિદ્યા બાલન, ઘર્મેદ્રએ આ શો માં આવીને કહ્યુ કે તે શ્વેતાને વિજેતા બનતી જોવા માંગે છે. કેટલીક ભોજપુરી ફિલ્મો પણ તેણે કરી છે અને ઉત્તર ભારત તરફથી તેને સારા વોટ મળવાની આશા છે.

માઈનસ પોઈંટ

વેબ દુનિયા|
બિગ બોસ સીઝન 4ના વિજેતા જાહેર થવાના દિવસ નજીક છે. ફાઈનલમાં અશ્મિત પટેલ, ડોલી બિન્દ્રા, ખલી અને શ્વેતા તિવારી છે. આવો જાણીએ કોણ મારી જશે બાજી.

શ્વેતા તિવારી

મોટાભાગના હાઉસમેંટ્સ જેવા રિશાંત, વીણા મલિક, રાહુલ ભટ્ટએ શો ની બહાર નીકળીને શ્વેતાની નીંદા કરી છે. તેમને શ્વેતાનો વ્યવ્હાર બિલકુલ ગમ્યો નથી. તેમના પ્રશંસક શ્વેતા વિરુદ્ધ અન્ય હરીફોને વોટ આપી શકે છે.


આ પણ વાંચો :