બિગ બોસ 6 : નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો, સિદ્ધૂ થશે બહાર
.
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલ નવજોત સિદ્ધૂ બિગ બોસ 6ના ઘરમાંથી શુક્રવારે બહાર આવશે. તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. સિદ્ધૂની પત્ની નવજોત કૌરે ગુરૂવારે સંવાદદતાઓને કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કર્યો હતો. તેઓ ઈચ્છે છે કે સિદ્ધૂ રાજ્યમાં ભાજપા ઉમેદવારો માટે પ્રચાર કરે. નવજોત કૌરે કહ્યુ કે મોદીને ફોન આવ્યા પછી તેમણે કલર્સ ચેનલ સાથે સંપર્ક કર્યો અને સિદ્ધૂના ઘરની બહાર આવવાની જાહેરાત કરવા માટે કહ્યુ. આની ઘોષણા શુક્રવારે કરવામાં આવશે. સિદ્ધૂ પંજાબમાં અમૃતસરથી ભાજપાના લોકસભા સાંસદ છે. તેમની પત્ની પણ અમૃતસર પૂર્વી વિધાનસભા ક્ષેત્રમાંથી ભાજપાની વિધાયક છે. નવજોત કૌરે કહ્યુ કે ટેલિવિઝન સિદ્ધૂની આવકનુ સાધન છે,પણ તે પોતાની રાજનીતિક જવાબદારીઓ પૂરી કરવા બોગ બોસ 6માંથી બહાર આવવા તૈયાર છે.