રિયાલીટી શો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ: અનૂપ જલોટા

વેબ દુનિયા|

ભજન સમ્રાટના નામથી જાણીતા અનૂપ જલોટાનું માનવું છે કે ટીવી ચેનલ પર દેખાડવામાં આવતાં મ્યુઝીક રિયાલીટી શો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ છે અને તેમનું પ્રતિભાની સાથે કોઈ જ લેવા દેવા નથી.

અનૂપે કહ્યું કે બધા જ રિયાલીટી શો માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ પ્રસારિત કરવામાં આવે છે. સૌથી ખરાબ વસ્તુ તે છે કે આની અંદર સૌથી ખરાબ બાબત તે પણ છે કે તેમની પસંદગી સંગીતકારોના માધ્યમથી નહિ પરંતુ જનતા દ્વારા મળેલા એસએમએસના મત વડે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મતોને લીધે પક્ષપાત અને પ્રભાવશાળી કલાકારોને બહાર થવાની શક્યતા વધી જાય છે.
અનૂપ કહે છે કે દર્શકોના મત ખાસ કરીને જાતિ અને વિસ્તારના આધારે મળે છે. આને લીધે યોગ્ય વ્યક્તિ શોમાંથી બહાર થઈ જાય છે. આવા કાર્યક્રમોની અંદર જનતાની જગ્યાએ જજને જાતે જ નિર્ણય લેવાની શક્તિ મળવી જોઈએ.


આ પણ વાંચો :