રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated: સોમવાર, 31 ઑગસ્ટ 2020 (09:31 IST)

આમિરે શેયર કર્યો દિકરીનો પહેલો ફોટો, લખ્યો ઈમોશનલ મેસેજ, - આ 1 વર્ષમાં ઘણુ બધુ થયુ, પણ મારી પરીએ મને હિમંત આપી

આમિર અલીએ હાલમાં જ પોતાની પુત્રી આયરા અલીનો પહેલો ફોટો શેર કર્યો છે. આમિરે આ ફોટો તેના પ્રથમ જન્મદિવસ પ્રસંગે શેર કર્યો હતો. ફોટામાં તમે જોશો કે આમિરે તેની પુત્રીને ખોળામાં લીધી છે. જોકે ફોટામાં આયરાનો ચહેરો દેખાતો નથી. ફોટો શેર કરવા સાથે આમિરે દીકરી માટે ક્યૂટ મેસેજ પણ લખ્યો છે.
 
આમિરે લખ્યું, જ્યાં સુધી હું આયરાને ન જોઉં ત્યાં સુધી મને ખબર નહોતી કે મારી પરી કેવી દેખાય છે. મારી પુત્રી સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી આવી છે. જ્યા સુધી મે આયરાને જોઈ નહોતી ત્યા સુધી હું પ્રથમ નજરના પ્રેમમાં વિશ્વાસ નહોતો કરતો. 1 વર્ષમાં ઘણું ન થવાનુ થયું, પરંતુ મારી નાનકડી જીંદગીએ  મને મજબૂત રાખ્યો. મારી વ્હાલી.. મારી લાડલી એક વર્ષની થઈ ગઈ છે. 

 
આમિરની પોસ્ટ પર સેલેબ્સ તેમજ ચાહકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આમિર અલી અને સંજીદા શેખ સરોગસીથી બાળકીના માતા-પિતા બન્યા છે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે આમિર અને સંજીદા વચ્ચેના સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવી છે. તે અંગે બંનેમાંથી કોઈએ હજી સુધી આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે બંને અલગ રહે છે.
 
ઉલ્લેખનીય છે કે આમિર અને સંજીદાના લગ્ન વર્ષ 2012 માં થયા હતા. બંનેએ લગભગ 7 વર્ષ એકબીજા સાથે ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા. આ જોડીને ચાહકો  ઓનસ્ક્રીન ખૂબ પસંદ કરે છે. 2007 માં બંનેએ નચ બલિયે 3 નો ખિતાબ જીત્યો હતો. આ સિવાય બંને શો  'ક્યા દિલ મેં હૈ' માં પણ સાથે કામ કરી ચુક્યા છે.