ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 7 ડિસેમ્બર 2019 (18:19 IST)

બિગ બોસ 13 - વાયોલેંટ થયા કંટેસ્ટેંટ, રશ્મિ દેસાઈની આંગળી તૂટી

બિગ બોસ 13માં રોજ ન અવો ડ્રામા જોવા મળી રહ્યો છે.  આ અઠવાડિયામાં પણ બિગ બોસ માટે ટાસ્ટકમાં ઘણો ડ્રામા થયો અને લકઝરી ટાસ્કમાં પણ કંટેસ્ટેટસ વચ્ચે ઘમાસાન થયુ. આ ટાસ્ક દરમિયાન અસીમ રિયાજના હાથમાં માઈનર ફ્રેક્ચર થયુ તો એક્ટ્રેસ રશ્મિ દેસાઈની એક આંગળીમાં પણ ફેક્ચર થઈ ગયુ. 
 
ઉલ્લેખનીય છે કે રશ્મિ માહિરાના નામનુ બેબી બનાવીને તેને પરેશાન કરે છે. આ વાતથી નારાજ શહેનાઝ ગિલ રશ્મિ પાસેથી એ બેબી છીનવી લે છે. આ દરમિયાન રશ્મિના હાથની આંગળી વળી જાય છે  જેને કારણે તેની આંગળીમાં ફેક્ચર થઈ ગયુ. જો કે રશ્મિ હાથમાં ફેક્ચરની વાત શહેનાઝને ન ગમી અને તેણે પુછ્યુ કે જો રશ્મિના હાથમાં વાઅગ્યુ છે તો તે કામ કેવી રીતે કરી રહી છે. આ વાતથી રશ્મિને ગુસ્સો આવે છે અને તે માઈક કાઢીને શો છોડવાની વાત કરે છે. 
 
આ ઉપરાંત લકઝરી બજેટ ટાસ્ક દરમિયાન પાગલપંતી અને વધુ અગ્રેસિવ થવાને કારણે ટાસ્કને રદ્દ કરવામાં આવે છે. ટાસ્ક દરમિયાન વિશાલ આદિત્ય સિંહ અને માહિરા શર્મા વચ્ચે પણ ખૂબ લડાઈ થઈ જાય છે.  
 
એટલુ જ નહી શેફાલી જરીવાલા અને શહેનાઝ ગિલ વચ્ચે પણ ઘણી લડાઈ અને ચર્ચા થઈ ગઈ. શહેનાઝે શેફાલી પર તેને ધક્કો આપવા અને થપ્પડ મારવાનો આરોપ પણ લગાવ્યો. બીજી બાજુ શેફાલીએ આ આરોપોને ખોટા બતાવ્યા. 
 
આવામાં સ્પષ્ટ છે કે બિગ બોસ 13નો ગેમ પહેલાથી વધુ ગૂંચવાય ગયુ છે. હવે આગળ શુ થશે એ જોવાની વાત છે.