ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 25 નવેમ્બર 2019 (14:26 IST)

Bigg Boss 13: રોમાટિક સીન રિક્રેએટ કરશે એકબીજાના જાની દુશ્મન સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ

બિગ બોસ સીઝન 13માં હંગામો દરરોજ વધતો જઈ રહ્યો છે. પણ આ હંગામા વચ્ચે હવે દર્શકોનો ઢગલો પ્રેમ જોવા મળશે.  આ વાતનો ખુલાસો શો મેકર્સ દ્વારા શેયર કરવામાં આવેલ નવા પ્રોમોથી થયો છે.  પ્રોમોમાં એકબીજાના જાની દુશ્મન બનેલા સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ રોમાંટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. 
 
આ પ્ર્મોને જોઈને લાગી રહ્યુ છે કે શો ખૂબ મજેદાર અને રોમાંટિક સીનવાળો રહેશે.  ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઘરમાં એક પ્રોમો પ્લે કરે છે. જેમા સિદ્ધાર્થ અને રશ્મિ ના દિલથી દિલ સુધીનો રોમાટિંક સીન બતાવવામાં આવશે.  જેને જોઈને આખુ ઘર બંનેના વખાણ કરવા માડે છે. જેને આ બંને પણ એંજોય કરતા જોવા મળે છે. દિલ સે દિલ તક માં બંનેયે પતિ પત્નીનો રોલ ભજવ્યો હતો.  બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી. 
 
બીજી બાજુ સૂત્રોનુ માનીએ તો સોમવારના એપિસોડમાં ટીવી સ્ક્રીન પર સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈની સીરિયલની એક ક્લિપ બતાવાશે. જેમા બંને રોમાંસ કરતા જોવા મળશે.  ત્યારબાદ બિગ બોસ શહનાઝને ટાસ્ટ આપશે કે તે ડાયરેક્ટર છે અને સેમ સીન સિદ્ધાર્થ અને રશ્મિને શૂટ કરવાનુ છે. 
 
સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ વચ્ચે નવી બોન્ડિંગ જોઈને દર્શક પણ ખૂબ ખુશ છે. રજુ થયેલા વીડિયોમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે લિંગિગ એરિયામાં ઘરના લોકો એકત્ર થયા છે. ત્યારબાદ તેમની સામે ટીવી પર સિદ્ધાર્થ અને રશ્મીની સીરિયલની એક ક્લિપ ચાલે છે. અ જોઈને ઘરના લોકો ખૂબ ખુશ થાય છે. જેના પર સના કહે છેકે તમે બંને એકસાથે કેટલા સારા લાગો છો.  તમે સાથે કેમ નથી રહેતા.  ત્યારબદ સિદ્ધાર્થ અને રશિમિ બેડરૂમથી લઈને સ્વીમિંગ પુલ સુધી રોમાંસ કરતા જોવા મળશે.