શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (23:29 IST)

શહનાઝ ગિલનુ જોરદાર ટ્રાંસફોર્મેશન જોઈને ફેંસ થયા હેરાન, સોશિયલ મીડિયા પર તસ્વીરો થઈ વાયરલ

બિગ બોસ 13 ની પ્રતિસ્પર્ધી રહેનારી શહનાઝ ગિલની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. શહનાઝ ગિલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે, અને ઘણી વાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. તાજેતરમાં જ શહનાઝે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો પણ ચોંકી ગયા છે.
બિગ બોસ 13 ના ઘરમાં પ્રેક્ષકો જેને જોઇ ચૂકયા છે તે નટખટ ગર્લ હવે ઘણી બદલાય ગઈ છે.  શહનાઝ ગિલે પોતાનામાં આશ્ચર્યજનક ફેરફાર કર્યા છે. શહનાઝનું વજન ઘણું ઓછું થઈ ગયું છે. આ સાથે જ તેનો લૂકમાં પણ પહેલા કરતા બદલાવ આવ્યો છે.
શહનાઝ ક્યારેય ફીટનેસ અથવા વર્કઆઉટને લગતી કોઈ વિડીયો કે ફોટો સોશિયલ સાઈટ પર મુક્યો નહોતો અને અચાનક લોકો તેમની બોડી ફિટનેસ જોઈને ચકિત થઈ ગયા છે. દરેક તસવીરમાં શહનાઝ અત્યંત ખૂબસૂરત લાગે છે. ચાહકો તેની ભારે પ્રશંસા કરી રહ્યા છે.
 
શહનાઝ પહેલા પંજાબની કેટરિના કૈફ તરીકે ઓળખાતી  હતી, પરંતુ બિગ બોસમાં ગયા પછી તેની ફેન ફોલોવિંગ વધી ગઈ. બિગ બોસમાં સમાચારોમાં શહનાઝ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી ખૂબ ચર્ચામાં હતી.
બિગ બોસ ઘરની બહાર નીકળ્યા બાદ સિદ્ધાર્થ સાથે શહેનાઝના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા હતા. આમાં પણ તેને લોકોનો પોઝીટીવ રિસ્પોંસ મળ્યો હતો