મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (19:07 IST)

Bharti Singh Apologises: દાઢી-મૂંછ પર કમેંટ કરવી ભારતીને ભારે પડી, માફી માંગવી પડી

bharati singh
Bharti Singh Apologises: કોમેડિયન ભારતી સિંહે દાઢી મૂછને લઈને કરેલા નિવેદન બદલ માફી માંગી છે. સોમવારે તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે તે માત્ર કોમેડી કરી રહી છે. ભારતીએ કહ્યું કે હું કોમેડી લોકોને ખુશ કરવા માટે કરું છું, કોઈનું દિલ દુભાવવા માટે નહીં. તેણે કહ્યું કે મારી વાતથી જો કોઈનું દિલ દુભાયુ હોય તો મને તમારી બહેન સમજીને માફ કરી દેજો. 
 
તાજેતરમાં જ  ભારતી સિંહનો એક વીડિયો વાયરલ થયો, જેમાં તે દાઢી મૂછને લઈને કોમેડી કરતી જોવા મળી હતી. એક ટીવી શોમાં ભારતી સિંહ કહેતી જોવા મળે છે, "તમને મૂછ કેમ નથી જોઈતી? દાઢી મૂછના બહુ ફાયદા છે, દૂધ પીવો અને દાઢી મોઢામાં નાખો તો સેવૈયાનો ટેસ્ટ આવે છે. મારા ઘણા મિત્રોના લગ્ન થયા છે ને જેમની એટલી દાઢી છે કે તે આખો દિવસ દાઢીમાંથી જૂ કાઢતો રહે છે.
 
ભારતીના આ નિવેદન પર હંગામો મચી ગયો છે. ટ્વિટર પર તેની આકરી ટીકા થઈ રહી છે. આ સિવાય શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ પણ ભારતી સિંહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાનું કહ્યું છે. મામલો વધતો જોઈને ભારતી સિંહે એક નિવેદન રજુ કરીને પોતાની તરફથી આખી તસવીર સ્પષ્ટ કરી દીધી છે અને પોતાનો ખુલાસો રજૂ કરતા માફી માંગી છે.
 
 
ભારતી સિંહે વીડિયોમાં કહ્યું કે મેં તે વીડિયો વારંવાર જોયો છે. તેણે લોકોને અપીલ કરી છે કે તમે પણ તે વીડિયો જુઓ. તેણે કહ્યું, "મેં ક્યાંય કોઈ ધર્મ કે જાતિ વિશે એવું નથી કહ્યું કે આ ધર્મના લોકો દાઢી રાખે છે અને આ એક સમસ્યા છે. તમે વીડિયો જુઓ. મેં કોઈ પંજાબી વિશે એવું નથી કહ્યું કે પંજાબી લોકો દાઢી રાખે છે કે દાઢી મૂછ રાખવાની સમસ્યા છે. હુ કોમેડી કરી રહી હતી મારા મિત્રો સાથે.. પણ મારી આ વાતોથી જો કોઈનુ દિલ દુભાયુ હોય તો હુ હાથ જોડીને માફી માંગુ છુ. 
 
ભારતી સિંહે વીડિયોમાં કહ્યુ કે તે પોતે પંજાબી છે અને અમૃતસરમાં તેનો જન્મ થયો છે. તેથી તે પંજાબનુ સંપૂર્ણ માન રાખશે. તેમણે એવુ પણ કહ્યુ કે તેમને પંજાબી હોવાનુ ગર્વ છે.