શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (12:58 IST)

'સસુરલ સિમર કા' ફેઈમ દિપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ કરશે લગ્ન

જાણીતા ટીવી શો 'સસુરલ સિમર કા'માં મહત્વની ભૂમિકા ભજવનારા શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કડ ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. લગ્નની તારીખ અને વેન્યૂ ફાઈનલ થઈ ચુક્યા છે અને આ બંને સ્ટાર્સ 26 ફેબ્રુઆરીના રોજ ભોપાલમાં લગ્ન કરી લેશે.  બંનેના લગ્નના સમાચાર છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા હતા અને એવુ કહેવાય રહ્યુ હતુ કે આ મહિનો ખતમ થતા પહેલા બંને લગ્ન કરી શકે છે. બંનેયે વેલેંટાઈંસ ડે પર પણ ખૂબ મસ્તી કરી હતી. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ શેયર કરવામાં આવી હતી.  
પોતાના પ્રિય સેલેબ્સના લગ્નના સમાચાર સાંભળીને ફેંસ એક્સાઈટેડ છે. હવે આ એક આંતરજાતીય લગ્ન હોવાથી બંને લગ્નની પ્રથાઓ પણ પોતપોતાના હિસાબથી કરશે. લગ્ન મુસ્લિમ રીતિ રિવાજો મુજબ થશે અને નિકાહ રચવામાં આવશે. મેહંદી અને સંગીતની રસમ આવતા રવિવારે થશે અને અહી જ્યા સુધી વાત નિકાહની છે તો આ સોમવારે થશે.  લગ્ન અને બાકી રિવાજોમાં મુંબઈથી તેમના અનેક મિત્ર અને સંબંધીઓનો સમાવેશ થશે. બંને એક્ટર્સે લગ્નની તૈયારીઓની તસ્વીરો સોશિયલ મીડિયા એકાઉંટ્સ પર શેયર કરી છે.