મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (13:30 IST)

BIGG BOSS પછી વિકાસ ગુપ્તાની ખુલી ગઈ કિસ્મત.. આ શો માં જોવા મળશે

બિગ બોસ 11 પુરો થયે ઘણો સમય થઈ ગયો છે. પણ શો ના કંટેસ્ટેટ હજુ પણ ચર્ચામાં છે.  શો માં માસ્ટરમાઈંડનો ટૈગ જીતી ચુકેલા વિકાસ ગુપ્તા ભલે શો માં સેકંડ રનરઅપ રહ્યા હોય પણ ઘરમાંથી બહાર આવ્યા પછી તેમની કિસ્મત બદલાય ગઈ છે. જી હા વિકાસ ગુપ્તાના હાથમાં એક જેકપોટ લાગી ગયો છે. 8 ફેબ્રુઆરીથી તેઓ TED ટોક્સ શો માં જોવા મળશે. 
 
આ અંગેની માહિતી તેમને પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર આપી છે. પોતાની ફોટો શેયર કરતા વિકાસ ગુપ્તાએ લખ્યુ હુ આ મહિનાની 8 તારીખે TED ટોક્સ શોમાં બોલવા જઈ રહ્યો છુ.  મે હજુ સુધી એ નક્કી નથી કર્યુ કે હુ કયા ટોપિક પર બોલીશ.  પણ મને લાગે છે કે કંઈક એવુ શેયર કરીશ જેન અપર સૌથી વધુ વિશ્વાસ કરુ છુ. આશા છે કે તમારી સાથે ત્યા મુલાકાત થશે. સાથે જ એ જાણવા માંગીશ કે તમે મારા અનુભવ વિશે શુ વિચારો છો.