શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (19:05 IST)

'ડી ડી કિસાન' પર પ્રસરિત થશે નવી સિરિયલ 'અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા'

તિરુપતિ ફિલ્મ્સ બેનર હેઠળ બની રહેલી સિરિયલ 'અનંત કોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા'નું પ્રસારણ 16 ફેબ્રઆરી 2021થી પ્રત્યેક સોમવારથી શુક્રવારે રાત્રે 8.30 વાગ્યે 'ડી ડી કિસાન' ચૅનલ પર થશે. આ સિરિયલમાં પહેલીવાર લોકોને સાઈબાબાનું જીવન ચરિત્ર, શિક્ષણ અને તેમના જીવનના ઉદ્દેશને તેમના બાળપણ, યુવા અને વૃદ્ધાવસ્થા દ્વારા દર્શાવવામાં આવશે. સિરિયલમાં સાઇબાબાના બાળપણનું પાત્ર માસ્ટર આર્યન મહાજન, યુવાવસ્થાની ભૂમિકા સાર્થક કપૂર અને વૃદ્ધાવસ્થામાં સમર જયસિંહ જોવા મળશે.

 

                       ધાર્મિક સિરિયલો માટે વિખ્યાત વિકાસ કપૂર આ સિરિયલના નિર્માતા અને લેખક છે. તેઓ અત્યાર સુધીમાં 6000 કલાકના કાર્યક્રમ લખી ચુક્યા છે. તેમની ફિલ્મ શિરડી કે સાઈબાબાને રાષ્ટ્રપતિ અવૉર્ડથી નવાજવામાં આવી હતી. નવી સિરિયલ અંગે વિકાસ કપૂર જણાવે છે કે, મારી ઇચ્છા હતી કે સાઈબાબાનું જીવન ચરિત્ર ઘણું પ્રેરક હોવાથી એ તમામ લોકો સુધી પહોંચે, એટલે આજથી છ વરસ અગાઉ મેં સિરિયલને દૂરદર્શન કિસાનને મોકલી હતી. અને સાઈબાબાની કૃપાને કારણે ગયા વરસે દૂરદર્શને લીલી ઝંડી દર્શાવી અને હવે એ લોકો સુધી પહોંચવા તૈયાર છે. આ મારા માટે સૌથી સુખદ ક્ષણ છે, કારણ આજે ભારત જ નહીં સમગ્ર વિશ્વને સાઈબાબાની શિક્ષા અને ઉપદેશને અપનાવવાની જરૂર છે. આ શોના માધ્યમથી જન-જન સુધી બાબાની જીવની પહોંચશે. કેવી રીતે ગામડાનો એક અજાણ્યો બાળક અનંતકોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબા બની ગયા. લોકો રામ અને કૃષ્ણના અવતાર લેવાની વાતથી તો વાકેફ છે, પરંતુ સાઈબાબાના બાળપણ અને યુવાવસ્થાની વાતો જાણતા નથી. સાઈબાબાના બાળપણના સંઘર્ષને અને યુવાવસ્થાની વાતો જાણતા નથી. સાઈબાબાના બાળપણના સંઘર્ષ, સાધના, તપસ્યા વગેરેને વિસ્તારકપૂર્વક શોમાં દર્શાવવામાં આવ્યુ છે.

એના લેખન દરમ્યાન મારા દ્વારા લખાયેલા પુસ્તક સાઈ કી આત્મકથા, શ્રી સાઈ સચ્ચરિત્ર, ખાપર્ડે કી ડાયરી, સાઈલીલા પત્રિકા વગેરેમાંથી સંદર્ભ લીધો છે. સાઈબાબાની યુવાવસ્થાની ભૂમિકા ભજવનાર યુવાન પ્રતિભાશાળી અભિનેતા સાર્થક કપૂર (ક્રિકેટ પર બની રહેલી ફિલ્મ ચલ જીત લે યે જહાંના પણ હીરો છે) એમનું કહેવું છે, આ મારા માટે ઘણું પડકારરૂપ હતું. મારે ભૂમિકા માટે ઘણી મહેનત કરવી પડી. હું હંમેશ મુશ્કેલીના સમયમાં સાઈબાબાને યાદ કરૂં છું અને તેઓ હંમેશ મને મદદ કરે છે. તેમનું પાત્ર ભજવવા મળ્યું એ તેમની જ કૃપા છે એમ હું માનું છું. મારે સૌથી વધુ મહેનત બોલવાના અંદાજ પર કરવી પડી, કારણ આપણે બોલીએ છીએ એ સંતો અને ફકીરોથી ઘણી રીતે અલગ હોય છે.
 


 

           સિરિયલના દિગ્દર્શક ચંદ્રસેન સિંહ અને વિજય સૈનીએ જણાવ્યું કે સાઈબાબાનું પૂરૂં જીવન દર્શાવવું અને એ સમયને દાખવવો ઘણું મુશ્કેલ કાર્ય હતું. પરંતુ વિકાસ કપૂરના લેખન અને તેમના અનુભવનો લાભ મળતો હોવાથી મને લાગે છે કે સાઈબાબાના જીવનના ઉદ્દેશ, તેમના જ્ઞાન, જન સમસ્યાઓનું સમાધાન કરવાની રીત, લોકો સુધી પહોંચાડવામાં અમે જરૂર સફળ થઇશું.

                                ડેઇલી સિરિયલ અનંતકોટિ બ્રહ્માંડ નાયક સાઈબાબાના કેમેરામેન આર આર પ્રિન્સ, સંગીતકાર અમર દેસાઈ, એડિટર પપ્પુ ત્રિવેદી, લેખક વિકાસ કપૂર છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પ્રકાશ નારનું છે. સિરિયલના મુખ્ય કલાકાર છે સાર્થક કપૂર, સમર જયસિંહ, આર્યન મહાજન, ગજેન્દ્ર ચૌહાણ, યશોધન રાણા, મહેશ રાજ, પ્રિયા ગ્રાબે, કિશન ભાન, શીશ ખાન, હેમલ ધારિયા, જાવેદ શેખ, આયુષી સાંગલી, અભિષેક, ગણેશ મેહરા, કિશોરી શહાણે, કીર્તિ સુળે, રાજન શ્રીવાસ્તવ, મુસ્કાન સૈની, વૈશાલી દભાડે, રાકેશ ડગ, સુનીલ ગુપ્તા તથા અન્યો.