બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 25 જાન્યુઆરી 2020 (12:35 IST)

TV અભિનેત્રી સેજલ શર્માએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યુ કારણ

દિલ તો હૈપ્પી હૈ જી (Dil Toh Happy Hai Ji)  સીરિયલન દ્વારા ફેમસ થનારી અભિનેત્ર્રી સેજલ શર્મા  (Sejal Sharma)એ 24 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી લીધી. સેજલના આ પગલાથી દરેક હેરાન છે.  સેજલના નિધન પછી તેમની નિકટની મિત્ર સતત સોશિયલ મીડિયા પર શેયર કરી રહ્યા છે.  આ દરમિયાન સેજલ સાથે સીરિયલમાં કામ કરનારી અભિનેત્રી જૈસ્મિન ભસીને સેજલના નિધન પર પોતાની પ્રતિક્રિયા ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શેયર કરીને આપી. 
જૈસ્મિન ભસીન સેજલ સાથે દિલ તો હૈપ્પી હૈ જી સીરિયલમાં મુખ્ય ભૂમિકામાં હતી.  જૈસ્મિને સૈજલ સાથે સેટની એક તસ્વીર શેયર કરી.  આ તસ્વીરમાં બંને એકબીજાને ગળે ભેટી રહી છે. આ ત્સ્વીરને 
સેજલના કોસ્ટાર નિર્ભયે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, સેજલ તેના પિતાની તબિયતના કારણે માનસિક રીતે ખુબ જ પરેશાન હતી. મે 15 નવેમ્બરે તેને મેસેજ કર્યો હતો. ત્યારે તેણે મને જણાવ્યું કે, હું પપ્પાની મેડિકલ ઈમરજન્સીના કારણે ઉદયપુર જઈ રહી છું. સેજલે મને જણાવ્યું હતું કે, તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે.
આગળ નિર્ભયે વાત કરી કે, સેજલના પપ્પાની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ હતી અને તે કેન્સરથી પીડિત હતા. પિતાના હાર્ટ એટેકના કારણે સેજલ પુરી રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. હું એના સંપર્કમાં જ હતો. તેણે મને કહ્યું કે, હું ઠીક થઈ રહી છું. પરંતુ કશું ઠીક ન થયું. ત્યારબાદ હું મારા કામમા વ્યસ્ત થઈ ગયો. નિર્ભયે કહ્યું કે, સેજલ સાથે મારે છેલ્લે જાન્યુઆરીમાં વાત થઈ હતી. તે બન્ને મળવાના જ હતા. સેજલ તેની કોસ્ટાર અને દોસ્ત આયશા કદુસ્કરને મળવાની હતી
હાલમાં આ આત્મહત્યા પાછળનું કારણ શું છે. એની તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, દિલ તો હેપ્પી જી સીરિયલની ટીવી અભિનેત્રી સેજલ શર્માએ શુક્રવારે સવારે આત્મહત્યા કરી લીધી. એક રિપોર્ટ અનુસાર સેજલ શર્માને એક્ટિંગ અને ડાન્સ પસંદ હતું અને તે ફિલ્મોમાં કામ કરવા માંગતી હતી. એવું કહેવામાં આવે છે કે આ પગલું તેને તેની પર્સનલ લાઇફને લઇને ઉઠાવ્યું છે અને તેની પ્રોફેશનલ લાઇફમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું