સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 9 જાન્યુઆરી 2020 (18:09 IST)

શુ 14 ફેબ્રુઆરીએ લગ્ન કરશે નેહા કક્કડ ? મમ્મી પપ્પાને ગમી ગયો છે આ છોકરો

નેહા કક્કડ હાલ ઈંડિયન આઈડલ સીઝન 11ને જજ કરી રહી છે. તેના કો જજ વિશાલ દડલાની અને હિમેશ રેશમિયા છે. આ શો ને આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યા છે. નેહા શો માં રડવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે નેહાના લગ્નના સમાચાર આવ્યા છે. નેહા જેની સાથે લગ્ન કરવા જઈ રહી છે તેનુ નામ જાણીને તમે ચોંકી જશો. 
આ વીકેંડ પર ઈંડિયન આઈડલમાં કંઈક એવુ થવાનુ છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. આ વીકેંડ ઉદીત નારાયણ ગેસ્ટના રૂપમાં આવી રહ્યા છે. ઉદીત શો ની જજ નેહા કક્કડને ટીઝ કરતા જોવા મળશે.  ઉદીત નારાયણે જણાવ્યુ કે તે આ શો મા આ વખતે ખાસ મક્સદથી આવ્યા છે. તેમણે કહ્યુ કે નેહા કક્કડને તે પોતાની વહુ બનાવવા માંગે છે. ઉલ્લેખનીય છે કે ઉદીતના પુત્ર આદિત્ય નારાયણ શો ને હોસ્ટ કરી રહ્યા છે અને તે વારંવાર નેહા કક્કડ સાથે ફલર્ટ કરતા જોવા મળે છે. જેને ફેંસ ખૂબ પસંદ કરે છે. આ વખતે ઉદિત નારાયણ આવીને નેહાને શૉક આપે દે છે. 
ઉદિત નારાયણ સાથે નેહા કક્કડના માતા પિતા પણ સ્ટેજ પર આવી જાય છે. ઉદિત તેમનુ પણ જોરદાર સ્વાગત કરે છે. જેના પર નેહા કક્કડ કહે છે કે એકવાર મને તો પૂછી લેતા.. જેના પર તેમની મમ્મી કહે છે કે .. "પુછી લીધી મે મારા મનને સંબંધ પાક્કો કરી દીધો." 
 
પછી આદિત્ય નારાયણ જણાવે છેકે લગ્ન વેલેન્ટાઈન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ થશે.  જ્યારબાદ ગીત વાગવા માંડે છે અને ઉદિત નારાયણ ડાંસ કરવા માંડે છે. 
 
છેવટે આદિત્ય નારાયણ નેહા કક્કડ સાથે ફેમિલી ફોટો ક્લિક કરાવે છે. સોની ટીવીએ પ્રોમો વીડિયોને ઈસ્ટાગ્રામ પર શેયર કર્યો હતો. પણ થોડી જ વાર પછી તેને ડિલીટ કરવામાં આવ્યો. વીકેંડ પર આ વાતની જાણ થશે કે લગ્નની આ વાત સાચી છે કે આ બધુ શો નો એક ભાગ છે. તેના વિશે કોઈને કશુ જ ખબર નથી. પણ સોશિયલ મીડિયા પર નેહા કક્કડ અને આદિત્ય નારાયણના લગ્નની ચર્ચા જોરો પર છે. શો નો પ્રોમો આવ્યા પછી લોકોમાં ખૂબ જ એક્સાઈટમેંટ છે.