1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Modified: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (15:08 IST)

14 ફેબ્રુઆરી ડેટ પર જવાનું પ્લાન છે? તો ભૂલીને પણ ગર્લફ્રેંડને આ 7 જગ્યા પર ન લઈ જવું

date place
જ્યારે ગર્લફ્રેંડને સાથે ડેટનો પ્લાન છે, તો સાચી જગ્યાનો ચયન એક ખૂબજ મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. ખોટી જગ્યાનો ચયન તમારી પૂરી પ્લાનિંગ ફેલ કરી શકે છે. આવો જાણીએ એવી જ કેટલીક જગ્યાઓ વિશે જે ભૂલીને પણ ડેટ માટે નહી પસંદ કરવી જોઈએ. 
1. સુનસાન જગ્યા- ડેટ માટે ક્યારે પણ સુનસાન જગ્યા ન પસંદ કરવી. છોકરીઓમી સુરક્ષાના હિસાબે પણ પબ્લિક પ્લેસ ચયન હમેશા સારું રહે છે. 
 
2. એડવેંચર પ્લેસ- એવી જગ્યા જ્યાં પણ ખૂબ એડવેંચર ગતિવિધિ થઈ શકે, એવી જગ્યાઓ પર મજા તો બહુ આવે છે પણ ડેટ માટે આ જગ્યા યોગ્ય નથી. એવી જગ્યાઓ પર તમે એક બીજાને ધ્યાન આપવાની જગ્યા બીજી એક્ટિવિટીમાં ગૂંચવાયેલા રહેશો અને શાંતિથી વાતચીત કરી એક બીજાને વધારે સમજવાના અવસર નહી મળશે. 
 
3. હૉંટેડ પ્લેસ- સરપ્રાઈજ ડેટ ઈરાદાથી કોઈ એવી જગ્યા ન ચયન કરવી જેના વિશે ખોટી વાત સાંભળી હોય કે જેના વિશે તમે પોતે વધારે જાણકારી ન હોય. ડેટ પછી છોકરીને સુરક્ષિત ઘર પહોંચાડવાવું પણ જવબાદાર છોકરાની ઓળખ છે. 
 
4. ફેમિલી રેસ્ટોરેંટ- ડેટ માટે કોઈ રેસ્ટોરેંટ ચયન ન કરવું. જ્યાં ઘણા ફેમિલી, બાળક વગેરે આવતા હોય. એવું વાતાવરણમાં ત્યાં શોર-ગુલ થશે અને તમે શાંતિથી એક બીજાથી વાત નહી કરી શકશો. 
 
5. સિનેમા હૉલ- શરૂઆતની ડેટ એક બીજાને ઓળખવું હોય છે. જે આપસી વાતથી જ શકય છે. એવામાં જો તમે ફિલ્મ જોવાના વિચારી રહ્યા છો તો યાદ રાખો કે 3 કલાક તો તમારા સિનેમામાં જ ખરાબ થઈ જશે. 
 
6. મિત્રના ઘરે- એવી કોઈ જગ્યા જ્યાં ઓળખના લોકો અને મિત્ર વગેરે હોય, ત્યાં તમારું ધ્યાન વહેચાઈ જશે અને છોકરી તેને નહી ઓળખતી હશે તો તે ગભરાઈ શકે છે. 
 
7. ધાર્મિક જગ્યા- મંદિર જવું સારી વાત છે પણ ડેટ માટે આ જગ્યા કદાચ યોગ્ય નથી. ધાર્મિક વાતાવરણમાં તમને જે જરૂરી વાત કરવી છે તે નહી થશે.