રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 26 મે 2021 (12:22 IST)

Happy Birthday Jethalal: એક સમયે કામ માટે સંઘર્ષ કરનારા દિલીપ જોશી આજે જીવે છે લકઝરી લાઈફ

નાના પડદાના જાણીતા અભિનેતા દિલીપ જોશી (Dilip Joshi)આજે કોઈ પરિચયના મોહતાજ નથી રહ્યા. તેમને જેઠાલાલના રૂપમાં આખો દેશ ઓળખે છે.   સુપરહિટ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં દિલીપે જેઠાલાલ (Jethalal) નુ પાત્ર એટલી ખૂબસુરતીથી રજુ ક ર્યુ છ એકે આજે બાળકોથી લઈને વડીલો પણ તેમના ફેન બની ગયા છે.   આ શો તેમના કેરિયરમાં ટર્નિંગ 
પોઈંટ સાબિત થયો છે. 
 
12 વર્ષની વયમાં શરૂ કર્યુ થિયેટર 
 
દિલીપ જોશીનો જન્મ 26 મે 1968 ના રોજ થયો હતો. તેને હંમેશાંથી અભિનયમાં રસ હતો, તેમને માટે પોતાનું આ સ્વપ્ન પૂરું કરવું સરળ નહોતું. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે થીયેટર કરવાનું શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ તેમણે 1989માં આવેલી સલમાન ખાન(Salman Khan)ની ફિલ્મ મૈને પ્યાર કિયા થી બોલીવુડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી, ફિલ્મ તો હિટ રહી પણ દિલીપની તરફ કોઈનુ ધ્યાન ગયુ નહી. 
 
એક વર્ષ સુધી દિલીપને ન મળ્યુ કામ 
 
આ ફિલ્મ પછી પણ દિલીપને ડઝનો ફિલ્મ્સ અને ટીવી સિરિયલોમાં જોવા મળી ચુક્યા છે. પરંતુ ક્યાંયથી પણ તેમને એ સફળતા ન મળી શકી જે માટેના તેમણે સપના જોયા હતા. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નો ભાગ બનવાના પહેલા દિલીપને એક વર્ષ સુધી ખાલી બેસવુ પડ્યુ હતુ. તેમની પાસે એ સમયે કોઈ કામ નહોતુ. 
 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ બદલી નાખ્યુ નસીબ 
 
2008માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનુ પ્રસારણ શરૂ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદથી જ આજ સુધી દિલીપ જોશી આ શો સાથે જોડાયેલા છે. આ શો ને તેમને એ સફળતા અપાવી જેના કદાચ તે હંમેશા સપના જોયા કરતા હતા.  આ શોને કારણે, દિલીપનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આજે તેમને ઘરે ઘરે એક વિશેષ ઓળખ મળી છે.
 
80 લાખની કારના શોખીન છે દિલીપ 
 
જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેઓ આજે કોઈપણ મોટા બોલીવુડ હીરોની જેમ જ લકઝરી લાઈફ જીવે છે.  ઉલ્લેખનીય છે કે જેઠાલાલ કારના ખૂબ જ શોખીન છે. તેમના કલેક્શનમાં અનેક મોંઘી કાર છે. પોતાના શો માં મોટેભાગે ઓટોમાં ફરતા જોવા મળનારા જેઠાલાલના પોતાના કાર કલેક્શનમાં ઓડી ક્યુ 7 ખૂબ જ પસંદ છે.  તેમની આ કારની કિમંત લગભગ 80 લાખ રૂપિયા છે. 
 
મોટેભાગે આ કારમાં દેખાય છે દિલીપ 
 
આ ઉપરાંત દિલીપને ટોયોટા ઈનોવા એમપીવી કાર પણ ખૂબ પસંદ છે. પોતાના શો ના સેટ પર તેઓ આ કારમાં આવે છે.  તેમની આ ગાડીની કિમંત 14 લાખ રૂપિયા છે.  આજે આટલી સફળતા અને પ્રસિદ્ધિ મેળવ્યા પછી પણ દિલીપ ખૂબ જ સિંપલ રહે છે.