મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (15:12 IST)

પ્રેગ્નેંટ પત્ની સાથે કનાડા નીકળ્યા કપિલ શર્મા, બેબી બંપ સાથે પહેલીવાર જોવા મળી ગિન્ની

કપિલ શર્મા પોતાની પ્રેગ્નેંટ પત્ની ગિન્ની ચતરથ સાથે ક્વાલિટી ટાઈમ વિતાવવા વિદેશ રવાના થઈ ગયો છે. બુધવાર (24 જુલાઈ)ની રાત્રે મુંબઈ ઈંટરનેશનલ એયપોર્ટ પર જોવા મળ્યો. જાણવા મળ્યુ છે કે કપિલ અને ગિન્ની એક શૉર્ટ બ્રેક માટે કનાડા ગયા છે. 
 
વર્ષ 2018 12 ડિસેમ્બરના રોજ લગ્ન કરનારુ આ કપલ આ વષે ડિસેમ્બર સુધી નાનકડા મહેમાનનુ સ્વાગત કરશે.    રિપોટ્સ મુજબ ગિન્નીની ડિલીવરી ડેટ્સ ડિસેમ્બરમાં છે. હવે આ પહેલા કે ગિન્ની માટે મુસાફરી કરવી મુશ્કેલ બને કપિલ તેમને એક વેકેશન પર લઈ ગયા જેથી તે આ ખાસ સમયને વધુ ખાસ અને યાદગાર બનાવી શકે. 
 
થોડા દિવસ પહેલા જાણવા મળ્યુ હતુ કે પ્રેંગ્નેસી દરમિયાન ગિન્ની પંજાબમાં પોતાના માતાપિતા સાથે રહે છે. કપિલ વિકેંડ પર સમય કાઢીને તેને મળવા જાય છે.  પણ એ કોઈને નહોતી ખબર કે કપિલ પોતાની પાર્ટનર ગિન્ની માટે આટલી સારી  સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે. 
 
કપિલે પોતે ક્યારેય પણ ગિન્નીની પ્રેગ્નેંસીના સમાચાર શેયર નથી કર્યા. પણ જ્યારે તેમના શો પર અનુપમ ખેરે સવાલ કર્યો કે ગુડ ન્યુઝના સમાચાર સાચા છે તો કપિલે એવો જવાબ આપ્યો કે બધુ જ ક્લિયર થઈ ગયુ.  ગિન્ની પણ ઘણા સમયથી લાઈમ લાઈટમાંથી ગાયબ હતી.  આ પહેલીવાર છે જ્યારે ગિન્ની બેબી બંપ સાથે પબ્લિકમાં જોવા મળી છે. ગિન્નીના ચેહરાનો ગ્લો બતાવી રહ્યો છે કે તે ખૂબ જ ખુશ છે અને કપિલ તેનો સારી રીતે ખ્યાલ રાખે છે.