જ્યારે ગિન્નીના પિતાએ ઠુકરાવ્યુ કપિલનુ પ્રપોઝલ - ખૂબ જ દિલચસ્પ છે કપિલની લવ સ્ટોરી

kapil ginni
મુંબઈ.| Last Modified મંગળવાર, 27 નવેમ્બર 2018 (18:03 IST)
કોમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં જ ગર્લફ્રેંડ ગિન્ની સાથે
લગ્ન કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ તેણે પોતાની નએ ગિન્નીની લવ સ્ટોરી વિશે ખુલ્લા મનથી વાત કરી. તેણે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કહ્યુ કે જેમની સાથે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે તેના પિતાએ એક્સમયે તેમના લગ્નનુ પ્રપોઝલ રિજેક્ટ કરી દીધુ હતુ. આ પ્રપોઝલ તેમની માતા ગિન્નીના ઘરે લઈને ગઈ હતી.

કપિલે જણાવ્યુ કે વાત 2005ની છે જ્યારે હુ એપીજે કોલેજમાં ભણતો હતો તો પોકેટ મની માટે પ્લે ડાયરેક્ટ કરતો હતો. હુ સ્ટુડેટ્સનુ ઓડિશન લેવા ગિન્નીના કોલેજમાં ગયો હતો. ગિન્ની પણ ઓડિશન માટે આવી હતી અને અહી અમારી પ્રથમ મુલાકાત થઈ હતી. એ સમયે ગિન્ની 19 વર્ષનો હતો અને હુ 24 વર્ષનો હતો. યુવતીઓના ઓડિશન લેવા દરમિયાન હુ ગિન્નીથી ખૂબ ઈમ્પ્રેસ થયો. મે તેને જ છોકરીઓના ઓડિશન લેવાનુ કહી દીધુ.
જ્યારે અમે રિહર્સલ શરૂ કર્યુ તો એ મારે માટે ખાવાનુ લઈને આવવા માંડી. મને લાગ્યુ કે આ બધુ તે મને રિસ્પેક્ટ આપવા માટે કરી રહી છે.

બીજી બાજુ ગિન્નીએ જણાવ્યુ કે કપિલને જોતાજ હુ તેને લાઈક કરવા માંડી હતી અને તેથી હુ તેને માટે ખાવાનુ લઈ જતી હતી. કપિલના મિત્રએ તેમને બતાવ્યુ કે ગિન્ની તેને લાઈક કરે છે. પણ તેને વિશ્વાસ ન થયો. પછી ઈક દિવસ તેણે પોતેજ ગિન્નીને પુછી લીધુ કે શુ તુ મને લાઈક કરે છે તો તેનો જવાબ હા હતો.

કપિલે જણાવ્યુ - ગિન્નીએ મને ખોબ ઓછી વયથી કામ કરતા જોયો હતો. અને અમારી વચ્ચે સારી ટ્યુનિંગ થઈ ગઈ હતી. હુ મુંબઈ આવી ગયો ઓડિશન માટે પણ રિજેક્ટ થઈ ગયો. મે ફોન કરીને ગિન્નીને કહ્યુ કે મને ક્યારેય કોલ ન કરીશ. મે દોસ્તી તોડી નાખી. કારણ કે આ દોસ્તીનુ કોઈ ફ્યુચર નહોતુ.
તે ફાઈનેશિયલી મારાથી વધુ સારા ઘરેથી હતી અને અમારી કાસ્ટ પણ અલગ હતી.

જો કે બીજીવાર ઓડિશનમાં સિલેક્ટ થતા ગિન્નીએ મને ફોન કરીને શુભેચ્છા પાઠવી. પછી જ્યારે મે કમાવવુ શરૂ કર્યુ તો મારી મા લગ્ન માટે પ્રપોઝલ લઈને ગિન્નીના પિતા પાસે ગઈ. પણ તેમણે ના પાડી દીધી.
પછી હુ મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. મુંબઈમાં સેટલ થયા પછી મારી લાઈફમાં ઘણો ફેરફાર આવ્યો. મને એહસાસ થયો કે આટલુ બધુ થયુ છે પણ તેણે મને ક્યારેય પણ ડિસ્ટર્બ ન કર્યો. આટલુ પેશેંસ કોઈની અંદર જોયુ નથી. જ્યારે લાઈફમાં ગડબડ ચાલી રહી અહ્તી એ સમયે મે નક્કી કર્યુ કે આ લગ્ન કરવાનો સૌથી સારો સમય છે.
કપિલ વિશે વાત કરતા ગિન્નીએ કહ્યુ કે કપિલ ખૂબ જ કેયરિંગ પર્સન છે.
તેના જેવો બીજો કોઈ નથી.
અને તેનાથી સાર મને કોઈ મળી પણ શકતો નથી.
જો તે પોતાની માતા અને બહેનને પ્રેમ કરે છે તો પોતાની પાર્ટનરને પણ પ્રેમ કરશે જ.


આ પણ વાંચો :