બોલીવુડ અભિનેત્રી નિમરત કૌરને ડેટ કરી રહ્યા છે રવિ શાસ્ત્રી

નિમરત અને રવિ શાસ્ત્રીની વચ્ચે પ્રથમ મુલાકાત 2015માં એક જર્મન કાર કંપનીની કાર લૉન્ચિંગ દરમિયાન થઈ હતી.

Last Modified સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (17:26 IST)
ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પછી હવે એક વધુ જોડી વચ્ચે ઈશ્કની ચર્ચા ચગડોળે ચઢી છે. જાણવા મળ્યુ છે કે ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને એક્ટ્રેસ નિમરત કૌર રિલેશનશીપમાં છે.

પુણે મિરરની રિપોર્ટ મુજબ નિમરત અને રવિ શાસ્ત્રી છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જ્યારે કે તેમની વચ્ચે પ્રથમ મુલાકાત 2015માં એક જર્મન કાર કંપનીની કાર લૉન્ચિંગ દરમિયાન થઈ હતી. તાજેતરમાં
આ જોડીની દોસ્તી હવે પ્રેમમાં ફેરવાય ગઈ છે.


તમને જાણીને નવાઈ લાગશે કે નિમરતની વય રવિ કરતા 20 વર્ષ ઓછી છે. તે બોલીવુડની અનેક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જો કે તે હાલ ફિલ્મોમા જોવા નથી મળી રહી. બીજી બાજુ રવિ શાસ્ત્રી 56 વર્ષના છે. 1990માં તેમણે રિતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા.

રવિની એક પુત્રી પણ છે. રવિનુ નામ આ પહેલા અમૃતા સિંહ સાથે પણ જોડાય ચુક્યુ છે. એવુ કહેવાય છે કે 80ના દસકામાં રવિએ તેમને પણ ડેટ કરી.આ પણ વાંચો :