શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2020 (15:49 IST)

રામાયણ: જ્યારે અરુણ ગોવિલે એક ચાહકની ફટકાર બાદ સિગરેટ છોડી દીધી હતી

ટીવીની લોકપ્રિય સિરિયલ રામાયણ ફરી એકવાર નાના પડદે શરૂ  થઈ ગઈ છે. તેનું પ્રસારણ સવારે 9 અને રાત્રે 9 કલાકે દૂરદર્શન પર કરવામાં આવશે. શોને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. તાજેતરમાં જ શોની સ્ટાર કાસ્ટ ધ કપિલ શર્મા શોના સેટ પર જોવા મળી હતી. શોમાં કોમેડી કિંગ કપિલ શર્મા સાથેની વાતચીતમાં અરુણ ગોવિલ, દીપિકા ચિખલીયા અને સુદેશ લહિરીએ શૂટિંગને લગતી તમામ રસપ્રદ વાતો શેર કરી હતી.
 
આ શોમાં કપિલ શર્મા સાથેની વાતચીતમાં અરુણ ગોવિલે કહ્યું કે આ કેવી રીતે શોમાં રામ  બનવાની અસર તેના અંગત જીવન પર પડી. અરુણે કહ્યું કે તે  દિવસોમાં તેને ઘણી ઓફર્સ મળતી હતી જેમાં ફોટોગ્રાફરો મેગેઝિનના કવર માટે ફોટો માંગતા હતા જેમાં અરુણ હાથમાં કાચ પકડીને બેઠો હતો. તેમને સ્પષ્ટ 
સૂચના હતી કે ગ્લાસમાં ભલે પાણી હોય તો પણ આવી ફોટો અમને લાવી આપો.પણ શો અને તેનો ટેલિકાસ્ટ ચાલુ ન થાય ત્યાં સુધી મેં ક્યારેય આ પ્રકારના ફોટા આપ્યા નહીં.
 
વાતચીત દરમિયાન, અરુણે બીજો રસપ્રદ કિસ્સો શેર કર્યો જેમાં તેણે કહ્યું કે તે એક સમયે ભાનુમતી સાથે તમિલ  દ્વિભાષીય ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. અરુણે કહ્યું કે ભાનુમતી લક્ષ્મીની ભૂમિકામાં હતી અને હું બાલાજી તિરૂપતિના પાત્રમાં હતો. અરુણે કહ્યું, "મને તે દિવસોમાં સિગરેટ પીવાનો શોખ હતો. હું ઘણી 
સિગારેટ પીતો હતો. બપોરના ભોજન પછી મને કુદરતી સિગરેટની તલબ થતા હું સેટ પરના પડદાની પાછળ છુપાઈને સિગરેટ પીવી શરૂ કરી એટલામાં એક સજ્જન માણસ મારી પાસે આવીને મને ધૂરી ઘૂરીને જોવા લાગ્યો  
 
ત્યારબાદ ક્યારેય સિગારેટ પીધી નથી 
 
"તેણે તેની ભાષામાં જે કહ્યું તે હું જાણતો નહોતો, પરંતુ તેના ઈશારાથી, હું સમજી ગયો કે તેણે હમણાં મને મન મુકીને ગાળો આપી છે.  જ્યારે તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો ત્યારે મેં નજીકમાં ઉભેલી એક વ્યક્તિને પૂછ્યું કે તે  મને શું કહેવા માંગતો હતો ? જેના પર તેણે મને જવાબ આપ્યો કે અમે તમને ભગવાન  માનીએ છીએ અને તમે અહીં સિગારેટ પીતા બેઠા છો? " અરુણે કહ્યું, "કપિલ જી તે છેલ્લો દિવસ હતો  અને આજના દિવસ સુધી મેં ક્યારેય સિગારેટ પીધી નથી."