સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (12:51 IST)

Shehnaaz Gill સાથે લગ્નને લઈને વાયરલ થયેલ તસ્વીર પર Sidharth Shukla એ આપી સફાઈ

તાજેતરમા જ સિદ્ધાર્થ અને શહેનાજના લગ્નને લઈને ખાસી ચર્ચા હતી પણ આ દરમિયાન સિદ્ધાર્થ શુક્લાએ પોતાના લગ્ન વિશે ચાલી રહેલ સમાચારને લઈને ખૂબ જ રોચક અંદાજમાં પોતાની વાત સામે મુકી છે. ઉલ્લેખનીય છેકે ટ્વિટર પર એક ફૈન સાથે વાત કરતા સિદ્ધાર્થ શુક્લાએ આને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તેમણે લગ્ન કર્યા નથી. ફૈનના સવાલોને લઈને સિદ્ધાર્થે લખ્યુ કે ભાઈ કુંવારા ટૈગ સારુ છે. હુ તો કુંવારો છુ. છતા પણ મીડિયાવાળા મને પરણેલો કહી રહ્યા છે. કદાચ એ લોકો મારા વિશે મારાથી વધુ જાણે છે

 
વાયરલ થઈ સિધાર્થ અને શહેનાજના લગ્નની ફોટો 
ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા અને શહેનાજ ગિલ વચ્ચે સ્પેશલ બૉન્ડને લઈને બંને જ સેલિબ્રિટી સતત ચર્ચામાં રહે છે. આ ઉપરાંત શહેનાજ ગિલ અનેકવાર ખુલીને સિદ્ધાર્થ શુક્લા માટે પોતાના પ્રેમનો એકરાર કરી ચુકી છે. જો કે સિદ્ધાર્થએ હંમેશા બંનેને સારા મિત્રો જ કહ્યા છે.  થોડા દિવસ પહેલા કેટલાક ફેન્સે બંને તસ્વીરોને એડિટ કરીને પતિ-પત્નીના રૂપમા બતાવ્યા હતા. આ તસ્વીરોને લઈને પણ લાંબા સમય સુધી ચર્ચા ચાલી હતી.