ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શનિવાર, 29 જાન્યુઆરી 2022 (17:25 IST)

TMKOC માં પરત આવી રહ્યા છે દયા બેન ! એક એપિસોડ માટે Disha Vakani એ કરી 1.5 લાખ રૂપિયાની ડિમાંડ

દિશા વકાની (Disha Vakani) લોકપ્રિય ટેલિવિઝન શો 'તારક મહેતા કા ઉલ્ટા' (Taarak Mehta Ka Ooltah Chashmah) મેં હંમેશા પોતાના  પાત્ર દયાબેન દ્વારા લોકોનું ખૂબ મનોરંજન કર્યું છે. આ શો સૌપ્રથમવાર 2008માં ટેલિકાસ્ટ થયો હતો અને ત્યારથી દિશા આ શોનો ભાગ બની રહી છે. જોકે, હાલમાં તે આ શોમાં જોવા મળી નથી. આ શોએ અત્યાર સુધીમાં 3300 થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. પરંતુ ઘણા સમયથી લોકો આ શોમાં દિશાની વાપસીની રાહ જોઈ રહ્યા હતા, આવી સ્થિતિમાં તાજેતરમાં જ દિશા ઉર્ફે દયા બેનના શોમાં વાપસી અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર છે કે તે ટૂંક સમયમાં કેટલીક શરતો સાથે ગોકુલધામ પરત ફરી રહી છે.
 
લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેત્રીએ હવે કમબેક કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ તેણે પરત ફરવા માટે તગડી ફીની માંગણી કરી છે. રિપોર્ટ અનુસાર, દિશાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એપિસોડ માટે 1.5 લાખની માંગણી કરી છે. આ સિવાય તેણે દિવસમાં માત્ર 3 કલાક શૂટિંગ કરવાની શરત પણ મૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોના મેકર્સ દિશાને પરત મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે.
 
તમને જણાવી દઈએ કે હજુ સુધી આ સમાચારને દિશા વાકાણી કે મેકર્સમાંથી કોઈએ સમર્થન આપ્યું નથી. દિશા વાકાણીએ વર્ષ 2004માં પોપ્યુલર ટીવી શો 'ખિચડી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તે ગુજરાતી શોમાં જોવા મળી હતી, પરંતુ તેમને લોકપ્રિયતા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી મળી હતી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની પત્ની અને ટપ્પુની માતાની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીએ 2017માં શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. જોકે, આગામી દિવસોમાં એવી ચર્ચા છે કે દિશા ટૂંક સમયમાં શોમાં પરત ફરશે.