તારક મેહતાની 11મી એનિવર્સરી - દિલીપ જોશીને આવી દિશા વકાનીની યાદ

tarak mehta
Last Modified મંગળવાર, 30 જુલાઈ 2019 (14:06 IST)


ટીવીના મોસ્ટ પોપુલર શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માએ 11 વર્ષ પૂરા કરી લીધા છે. આ અવસર પર શો ની આખી ટીમે પાર્ટી કરી અને કેક કાપ્યો. સેલિબ્રેશને ખાસ બનાવવા માટે શો પહેલા એપિસોડનો AV ચલાવ્યો. તારક મેહતાની 11મી એનિવર્સરી સેલિબ્રેશનમાં દિશા વકાની
એટલે કે દયાબેનની કમી સૌને ખટકી.
ત્યારે મીડિયા સાથે વાતચીતમાં દિલીપ જોશી (જેઠાલાલ)એ કહ્યુ કે તેઓ દિશા વકાનીને મિસ કરી રહ્યા છે.
tarak mehta
ટાઈમ્સ ઓફ ઈંડિયા સાથે વાતચીતમાં દિલીપ જોશીએ જણાવ્યુ કે કેવી રીતે તારક મેહતાએ તેમની જીંદગી બદલી નાખી. સાથે જે એક્ટરે એ પણ આશા બતાવી કે દિશા વકાની શો માં પરત આવે. દિલીપ જોશીએ કહ્યુ - AV એ જૂની યાદો તાજી કરી. હુ ઘણા બધા સીન તો
ભૂલી જ ગયો હતો અને આજે જોયુ તો મને યાદ આવ્યુ અને હુ સરપ્રાઈઝ થઈ ગયો. AV જોતી વખતે અમે બધા દર્શક બની ગયા હતા.
tarak mehta
ફૈસ ને જે અમારા પર પ્રેમ લુટાવ્યો છે હુ તેમનો આભાર નથી માની શકતો. હુ ભગવાનનો પણ આભારી છુ. જેમને મને સંપૂર્ણ શો દરમિયાન સ્વસ્થ રાખ્યો. હુ તારક મેહતાનો પણ ધન્યવાદ કરવા માંગીશ. ટીવી ઈંડસ્ટ્રીમાં જો કેરેક્ટર ઈમ્પ્રેસિવ છે તો શો ને આપમેળે જ દર્શકોનો પ્રેમ મળી જાય છે. તારક મહેતા શો એ મારુ જીવન બદલી નાખ્યુ. આ શો એ મને ઓળખ આપી.
હું ઈડસ્ટ્રીમાં ઘણા બધા પ્રોજેક્ટ્સમાં કામ કર્યુ પણ તારક મેહતા.. કર્યા પછી લોકોનો મારા પ્રત્યેનો નજરિયો બદલાય ગયો."
tarak mehta
શો ની 11મી વર્ષગાંઠ પર દિલીપ જોશીએ કહ્યુ કે તેઓ આજે દિશા વકાનીને ખૂબ મિસ કરી રહ્યા છે. એક્ટરે કહ્યુ - "હુ તેમની સાથ 9 વર્ષ કામ કર્યુ છે. આ સમય ઓછો નથી. મને હજુ પણ લાગે છે કે તે અમારી સાથે છે.

બસ એટલુ જ કે તેમની પ્રાથમિકતાઓ બદલાય ગઈ છે. તે હવે મા છે. આજે આ પ્રસંગે અમે બધા તેમને મિસ કરી રહ્યા છીએ.
tarak mehta
ઉલ્લેખનીય છે કે દિશા વકાની લાંબા સમયથી શો માંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગયા પછી શો મા પરત આવી નથી અનેકવાર તેમના કમબેકના સમાચાર આવ્યા પણ હજુ પણ દિશા વકાની જ દયાબેન બનશે કે કોઈ નવી અભિનેત્રી તેમને રિપ્લેસ કરશે એ તો આવનારો સમય જ બતાવશે.

tarak mehtaઆ પણ વાંચો :