શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (17:30 IST)

'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ની બબીતાજીએ કરાવ્યુ બોલ્ડ શૂટ, ટપ્પૂએ કર્યુ ફોટો પર રિએક્ટ

ટીવી અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા ​​જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તેના 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'માં પોતાના પાત્રથી દર્શકોના દિલમાં છાપ ઉભી કરી છે. શોમાં જેઠાલાલ અને બબીતા ​​જીના મસ્તીભરી બોલચાર અને ફ્લર્ટ  જોવા મળે છે, જે લોકોનું મનોરંજન પણ કરે છે. તાજેતરમાં મુનમુન દત્તાએ શિમરી ડ્રેસ પહેરીને  પોતાનુ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું, જેના પર ટપ્પુએ પ્રતિક્રિયા આપી છે.
 
મુનમુન દત્તાએ કાળા રંગની શિમરી ડ્રેસ પહેરી છે અને લાલ રંગના મોટા સોફા પર બેસેલી છે, વાળ એક બનમાં બાંધવામાં આવે છે અને મેક-અપ કર્યો છે. ફેંસ મુનમુન દત્તાના આ ઓફ શોલ્ડર ડ્રેસની પ્રશંસા કરી રહ્યા છે. તેમના આ ફોટાને લાઈક કરતા ટપ્પૂ ઉર્ફ રાજ અંદકટે હાર્ટ ઇમોજી બનાવી છે. રાજ દ્વારા કમેંટ કરતાજ ફેન્સના કૉમેંટ્સની લાઈન લાગી ગઈ. 
ફેંસ રાજના કોમેંટ પર કોમેંટ કરતા લખે છે, "ટપ્પુ મસ્તી નહી". ઉલ્લેખનીય છે કે મુનમૂન દત્તા ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં જ તે 'બિગ બોસ 14' ના એપિસોડ બાદ સલમાન ખાનથી ખૂબ નારાજ જોવા મળી હતી. તેમણે ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાની નારાજગી બતાવી. સલમાન ખાન ઘણી વાર રાખી સાવંતને સમર્થન કરતા રહે છે, ત્યારબાદ મુનમૂન દત્તાએ અભિનવ શુક્લા અને રૂબીના દિલાકની સાઈડ  લેતા તેમનું સમર્થન કર્યું હતું.