સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગાઇડ
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2019 (15:38 IST)

શુ કપિલ શર્માના શો માં પરત આવી રહ્યા છે સુનીલ ગ્રોવર Viral વીડિયોથી ઉભો થયો સવાલ

બોલીવુડના જાણીતા કોમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવર હવે એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. તેમણે કપિલ શર્મા સાથે ઝગડા પછી તેમનો કોમેડી શો છોડી દીધો હતો.  તો બીજી બાજુ તાજેતરમાં કંઈક એવુ થયુ, જ્યારબાદ લોકો સુનીલને સવાલ કરી રહ્યા છે કે શુ તેઓ ખરેખર ધ કપિલ શર્મા શો માં પરત આવી રહ્યા છે ? જો કે હંમેશાની જેમ આ વખતે પણ સુનીલ કે કપિલ તરફથી આ માલે કોઈ પ્રતિક્રિયા નથી આવી.  પણ છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર ચાલી રહ્યા છે કે સલમાન ખાન હાલ બંનેને એક સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.   
 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુનીલ ગ્રોવર ઘણા સમય પછી એકવાર ફરી રિકું ભાભી વાળા અવતારમાં જોવા મળ્યા. રિકું ભાભીનો આ વીડિયો વિરલ ભવાનીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર શેયર કર્યો છે.  જ્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ફટાફટ વાયરલ થઈ ગયો.. બધાએ જ્યારે ઘણા સમય પછી રિકું ભાભીને જોયા તો ખુશ થઈ ગયા. લોકો સુનીલ ગ્રોવર ને કપિલ શર્માશો પર કમબેક કરવાને લઈને સવાલ કરવા લાગ્યા.  એવુ કહેવાય રહ્યુ છે કે આ વીડિયો બાલીમા આયોજીત કોઈ ગ્રૈડ લગ્ન સમારંભનો છે. .. જુઓ વીડિયો 
 
આ વીડિયોમાં રિકું ભાભી બનેલ સુનીલ ગ્રોવર હંમેશાની જેમ બધાને હસાવતો દેખાય રહ્યો છે. સુનીલ ગ્રોવર આ વીડિયોમાં  મેરે  હસબેંડ મુઝકો પ્યાર નહી કરતે. ગીત ગાતા જોવા મળી રહ્યા છે. સુનીલ સાથે એક મહિલા છે જે આ કાર્યક્રમની વિશેષ મહેમાન લાગી રહી છે.  આ મહિલાને સુનીલ પૂછે છે કે રાખી તમારા પતિને કેવી રીતે પ્રેમ કરે છે બતાવો.. પ્લીઝ.. આ સવાલ પર મહિલા જવાબ નથી આપતી શકતી અને શરમાઈને જતી રહે છે.  કાર્યક્રમમાં બેસેલા લોકો ખડખડાટ હસતા દેખાય રહ્યા છે. 
 
અનેક લોકોએ આ વીડિયો ખૂબ પસંદ કર્યો.. પણ સુનીલને નેગેટિવ કમેંટસ પણ ખૂબ મળ્યા છે. એક યુઝરે લખ્યુ કે કપિલ શર્મા શો ના પાત્રનો આ રીતે ઉપયોગ કરવો સુનીલ ગ્રોવર પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.  એક અન્ય યુઝરે લખ્યુ કે રિકું ભાભીવાળા પાત્રની કોમેડી ફક્ત કપિલ શર્માના શો માં જ સારી લાગતી હતી. અહી એ હસાવી નથી શકતી.  ઉલ્લેખનીય છે કે સુનીલ અને કપિલ વચ્ચે 2017માં વિવાદ થયો હતો ત્યારબાદ સુનીલ ગ્રોવરે આ શો છોડી દીધો હતો.