બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated :મુંબઈ. , મંગળવાર, 2 એપ્રિલ 2019 (10:56 IST)

પત્ની ગિન્ની સાથે કપિલ શર્માએ આ રીતે ઉજવ્યો બર્થડે..

કોમેડિયન કપિલ શર્મા આજે પોતાનો 38મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા ચ હે. કપિલનો જન્મ 2 એપ્રિલ 1981માં અમૃતસરમાં થયો હતો.


સોમવારે રાત્રે કપિલે ફેમિલી અને ફ્રેંડ્સ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો. કપિલની આ ગ્રેંડ બર્થડે પાર્ટીમાં કપિલ શર્મા શો ની ટીમ, સિંગર મીકા સિંહ, નવરાજ હંસ, ઋચા શર્મા જેવા અનેક સ્ટાર્સે હાજરી આપી. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#kaneet cutting the cake


આ દરમિયાન તસ્વીરો અને વીડિયો સોશિયલ સાઈટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. કપિલે પત્ની ગિની ચતરથ સાથે મળીને બર્થડે કેક કાપ્યો. આ ખાસ પાર્ટીમાં કીકૂ શારદા અને લાફ્ટર ક્વીન ભારતી સિંહે જોરદાર ડાંસ કર્યો. 
 
બીજી બાજુ સિંગર મિકા સિંહે ડાંસ નંબર્સ ગાઈને પાર્ટીમાં સમા બાધ્યો. કપિલની મા અને પત્ની ગિન્ની ચતરથે પણ ડાંસ કર્યો. એક વીડિયોમાં કપિલ શર્મા સિંગર ઋચા શર્માની ધુન પર ડ્રમ વગાડતા દેખાયા. 
 
સેટ પર પણ ઉજવ્યો બર્થડે  
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા કપિલે કોમેડી શો ના સેટ પર પણ બર્થડે કેક કાપ્યો હતો. સેટ પર કપિલ શર્માની મા પણ હાજર હતી. કપિલના માને કેક ખવડાવતા થયેલ તસ્વીરો સામે આવી છે. આ શો માં કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા મેહમાન બનીને પહોંચ્યા હતા. રેમોએ કપિલને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ આપી.