શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ટ્વેંટી-20 વિશ્વ કપ
Written By
Last Updated : રવિવાર, 17 ઑક્ટોબર 2021 (17:21 IST)

T20 World Cup- ક્વોલિફાયર રાઉન્ડની પહેલી મેચ ઓમાન V/S પાપુઆ ન્યૂ ગિની પાપુઆ ન્યૂ ગિની VS ઓમાન

સાતમા ICC T-20 વર્લ્ડ કપની શરૂઆત આજે રવિવારથી થવા જઈ રહી છે. જેમાં ક્વોલિફાયિંગ રાઉન્ડની પહેલી મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની તથા બીજી મેચ બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ગ્રુપ-બીની મેચ છે. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 8 ટીમના 2 ગ્રુપ A અને Bમાં વિભાજિત કરાયા છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-12 ગ્રુપ સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.
 
મુંબઈ વિરૂદ્ધ જીત સાથે ઓમાનની પ્રેક્ટિસ થઈ
ઓમાનની ટીમ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કરનારી છેલ્લી ટીમ હતી. તેને હોંગકોંગને હરાવી T-20 વર્લ્ડ કપની ટિકિટ મેળવી હતી. ઓમાને તાજેતરમાં ઈન્ડિયાની ડોમેસ્ટિક ટીમ મુંબઈને 3 મેચની T-20 સિરીઝમાં 2-1થી હરાવી હતી. મુંબઈ સાથે ઓમાને 3 વનડે મેચ પણ રમી હતી, જેમાં તેને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
 
પાપુઆ ન્યૂ ગિની ટીમ સપ્ટેમ્બરમાં જ ઓમાન આવી પહોંચી
બીજી બાજુ પાપુઆ ન્યૂગિની ટીમ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સારી તૈયારી કરી રહી છે. તે સપ્ટેમ્બરમાં જ ઓમાન આવી પહોંચી હતી અને અહીંના ગ્રાઉન્ડ્સ વિશે માહિતી મેળવી પ્રેક્ટિસ કરવા લાગી હતી.