શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (16:35 IST)

ઈનકમ ટેક્સમાં આપી શકાય છે મોટી છૂટ, બજેટ 2019માં મધ્યમવર્ગને રાહત આપી શકે છે મોદી સરકાર

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર  (Modi Govt) નુ આગામી અને અંતિમ બજેટ (Budget 2019)  છેલ્લા બે વર્ષની જેમ 1 ફેબ્રુઆરીના રોજ રજુ થવા જઈ રહ્યુ છે અને જો સૂત્રોનુ માનીએ તો લોકસભા ચૂંટણી 2019થી થોડા સમય પહેલા જ રજુ થનારુ આ બજેટમાં નાણાકીય મંત્રી અરુણ જેટલી  (Arun Jaitley) મધ્યમ વર્ગને ખાસી રાહત આપી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે ચૂંટણી બજેટ હોવા ઉપરાંત આ નિર્ણયમાં આ સચ્ચાઈની પણ દખલ છે કે થોડાક જ સમય પહેલા BJP ત્રણ મહત્વના રાજ્યોમાંથી સત્તા ગુમાવી ચુકી છે.  અને હવે તેની પાસે મધ્યમવર્ગને ખુશ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.  આ ઉદ્દેશ્યથી જ થોડા દિવસ પહેલા ઉતાવળમાં કેન્દ્ર સરકારે સુવર્ણ જાતિઓના આર્થિક રૂપે નબલા લોકોને સરકારી નોકરી અને અભ્યાસ ક્ષેત્રમાં 10 ટકા અનામત આપવાનુ બીલ પણ પસાર કરાવ્યુ હતુ. 
 
આ નવા કાયદામાં અનામતના હકદાર થવા માટે જે શરતોનો ઉલ્લેખ હતો તેમાથી એક એ પણ હતુ કે અરજદારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા વાર્ષિકથી વધુ ન હોય પણ વિપક્ષે આ મુદ્દાને લઈને સરકારની ખૂબ આલોચના કરી. કારણ કે ઈનકમ ટેક્સની વર્તમાન દર મુજબ આઠ લાખ રૂપિયાની આવકવાળા પાસેથી 20 ટકા ઈનકમ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. વિપક્ષનુ કહેવુ છે કે જે વ્યક્તિ પોતાની કમાણીનો પાંચમો ભાગ ઈનકમ ટેક્સના રૂપમાં સરકારને આપી રહ્યો છે તે આર્થિક રૂપથી કમજોર કેવી રીતે માની શકાય છે.  કે બીજા શબ્દોમાં જેને સરકાર અનામત કાયદામાં ગરીબ બતાવી રહી છે તેની પાસેથી 20 ટકા ટેક્સ કેવી રીતે લઈ શકે છે. 
 
સૂત્રો મુજબ આ આલોચનાનો સટીક જવાબ આપવા માટે નાણાકીયમંત્રી આ બજેટમાં કરમુક્ત આવકની સીમાને વધારીને પાંચ લાખ રૂપિયા કરી શકે છે. જે વર્તમાન સમયમાં ફક્ત 2.5 લાખ રૂપિયા છે. આ ઉપરાંત ઈનકમ ટેક્સ એક્ટની ધારા 80સી  હેઠળ રોકાણ પર અપાનારી કરમુક્ત આવકની સીમા પણ 1.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકાય છે જેથી આઠ લાખ રૂપિયા સુધી કમાનારાને કોઈ પણ પ્રકારનો ટેક્સ ન આપવો પડે. 
 
આ ઉપરાંત સૂત્રોનુ કહેવુ છે કે ઈનકમ ટેક્સ સ્લેબમાં પરિવર્તનની માંગ પણ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. પણ હાલ તેમા ફેરફારની નવી કોઈ આશા નથી. કારણ કે જો ઉપરોક્ત જોગવાઈ કરી દેવામાં આવે છે અને કરમુક્ત આવકની સીમાને હકીકતમાં અઢી લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવે છે તો સરકારી ખજાના પર તેનો ખાસ્સો પ્રભાવ પડવાની શક્યતા છે.  તેથી હાલ ઈનકમ ટેક્સ સ્લેબમાં કોઈ પ્રકારનુ પરિવર્તન આ સમયે નહી આપવામાં આવે. 
 
વર્તમન સમયમાં અઢી લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ કર નથી લેવામાં આવતુ જ્યારે કે અઢી થી પાંચ લાખ રૂપિયા સુધીની કમાણી પર પાંચ ટકા, પાચથી 10 લાખ રૂપિયા સુધીની કરયોગ્ય આવક પર 20 ટકા નએ 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ઈનકમ ટેક્સ આપવાનો હોય છે.  જો પાંચ લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરી દેવામાં આવે છે તો ભારતમાં ઈનકમ ટેક્સની સ્લેબમાં આપમેળે જ પરિવર્તન થઈ જશે અને ન્યૂનતમ સ્લેબ જ 20 ટકા થઈ જશે.  જે પાંચ લાખ રૂપિયાથી વધુને આવક પર આપવાનો હોય છે. સૂત્રો મુજબ ત્યારબાદ પણ ધારા 80 સી હેઠળ બચત કરનારાઓને ત્રણ લાખ રૂપિયા સુધીની રકમને કરયોગ્ય આવકમાંથી ઘટાડવાનો હક રહેશે. જેથી આઠ લાખ રૂપિયા સુધીની ઈનકમ પર કોઈ ટેક્સ ન આપવો પડે.