શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2019-20
Written By
Last Modified: મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (13:30 IST)

ધોલેરા વિશ્વની સૌથી મોટી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે એવી બજેટમાં જાહેરાત કરાઈ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ  વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે. આ વર્ષે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેલ (લેખાનુદાન) રજૂ કરવાનો નિર્ણય લીધો છે. ડે. સીએમ અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે,  'રાજ્યમાં ભાજપની સરકારથી સૌનો સાથ સૌનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનાં ઋણી છીએ. રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.'
ખેડૂતો માટે બોલતા જણાવ્યું કે, 'ખેડૂતોને સિંચાઇ માટે મહત્તમ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પીએમ મોદીએ કેન્દ્રનાં બજેટમાં જે ખેડૂત માટેની જાહેરાત થઇ છે તે માટે રાજ્યનાં તંત્રએ ખેડૂતની મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે જેનાથી ખેડૂતોને લાભ મળશે.' તેમણે આગળ જણાવ્યું કે 'વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પીએમ મોદીએ કર્યું હતું. જેના કારણે આદિવાસી લોકોમાં રોજગારીમાં પણ વધારો થયો છે.' 
'રાજ્યમાં પાણીની અછત હોય છે, દરિયાકાંઠાનાં વિસ્તારો અને કચ્છમાં આવેલા ખારા પાણીને શુદ્ધ કરીને પીવાલાયક પાણી બનાવવા માટે આપણાં રાજ્યમાં ટેકનોલોજી વપરાશે. આશા વર્કર બહેનોના પગારમાં માસિક 2000 વધારો કરાયો છે. તેમને યુનિફોર્મ તરીકે સાડી અપાશે. વિધવા બેનોને માસિક 1000 રૂપિયા મળે છે જેમનો પુત્ર 21 વર્ષનો થતા પેન્શન મળતું ન હતું એ શરત રદ કરાઈ 1250 રૂપિયા પેન્શન મળશે. આંગણવાડી કાર્યકરોના પગારમાં 900નો વધારો હવે 7200 મળશે. તેડાઘર બહેનોનાં પગારમાં 450નો વધારો થતા 3650 રૂપિયા મળશે. વૃદ્ધ પેન્શન 500થી વધારીને 750 રૂપિયા કરાયું છે.
નીતિન પટેલે ખેતી અંગેની વાત કરતા જણાવ્યું કે, 'અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને 1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી છે. 6 કરોડ 84 હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે. કૃષિક્ષેત્રે કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.30 ટકા છે. આ ઉપરાંત રાજ્યનો કૃષિ વિકાસ દર 12.11 ટકા છે. ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવા સરકારે 436 કરોડ ખર્ચ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ છે.'
અમદાવાદથી શંખેશ્વર સુધી103 કિલોમીટર 20કરોડના ખર્ચે પગદંડી બનાવવામાં આવશે. આ ઉપરાંત ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનશે. 5000 મેગા વોટનો વિશ્વનો સૌથી વિશાળ સોલર પાર્ક બનશે. બાળકો, કિશોરીઓ, સગર્ભા માતાઓ માટે icds જુદી જુદી યોજના હેઠળ 2283 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.