શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2020-21
Written By
Last Modified: શનિવાર, 1 ફેબ્રુઆરી 2020 (12:04 IST)

બજેટ 2020 - જાણો બજેટમાં ખેડૂતો માટે શુ છે ખાસ

- રાજ્ય સરકારો દ્વારા આધુનિક કૃષિ જમીન અધિનિયમનો અમલ કરાવવાનો.
-  100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે એક મોટી યોજના ચલાવવામાં આવશે, જેથી ખેડુતોને પાણીની કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
-  PM કુસુમ સ્કીમ દ્વારા ખેડૂતોના પંપને સોલર પંપ સાથે જોડવામાં આવશે.જેમાં જેમાં 20 લાખ ખેડુતોને યોજના સાથે જોડવામાં આવશે. આ ઉપરાંત 15 લાખ ખેડુતોના ગ્રીડ પમ્પને પણ સોલાર સાથે જોડાશે.
- નાણા પ્રધાનની મોટી જાહેરાત હવે વિમાનથી ખેડુતોનો માલ જશે
-  ખાતરના સંતુલનનો ઉપયોગ કરવો, જેથી ખેડૂતોમાં ખાતરના ઉપયોગની માહિતી વિશે જાણકારી વધારવામાં આવે.
-  નાબાર્ડ દેશમાં હાજર વેરહાઉસિંગ, કોલ્ડ સ્ટોરેજને તેના નિયંત્રણમાં લેશે અને તેનો વિકાસ નવી રીતે કરવામાં આવશે. દેશમાં વધુ વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવશે. આ માટે PPP મોડેલ  અપનાવવામાં આવશે.
-  મહિલા ખેડુતો માટે ધન્ય લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ,જે અંતર્ગત મહિલાઓને મુખ્યત્વે બીજ સંબંધિત યોજનાઓમાં જોડવામાં આવશે.
-  કૃષિ ઉડાન યોજના શરૂ કરવામાં આવશે. આ યોજના આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય માર્ગ પર શરૂ કરવામાં આવશે.
- દૂધ, માંસ, માછલી સહિત નાશ પામનાર યોજનાઓ માટે પણ રેલ ચલાવવામાં આવશે. ખેડૂતો મુજબ એક જિલ્લો, એક ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
-  ઓર્ગેનિક ફાર્મિંગ દ્વારા ઓનલાઈન માર્કેટમાં વધારો કરવામાં આવશે.
-  કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2021 સુધી વધારવામાં આવશે.
-  સરકાર દ્વારા દૂધના ઉત્પાદનને બમણી કરવાની યોજના ચલાવશે.
-  મનરેગાની અંદર ઘાસચારો ઉમેરવામાં આવશે.
-  બ્લુ ઇકોનોમી દ્વારા ફિશરીઝને પ્રોત્સાહન આપવામાં આવશે. ફિશ પ્રોસેસિંગને પ્રોત્સાહન મળશે.
-  દીન દયાળ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે.
- - રાજ્ય સરકારો દ્વારા આધુનિક કૃષિ જમીન અધિનિયમનો અમલ કરાવવાનો.
- 100 જિલ્લામાં પાણીની વ્યવસ્થા માટે એક મોટી યોજના ચલાવવામાં આવશે,  જેથી ખેડુતોને પાણીની કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.