Budget 2020: બજેટ બનાવવામાં આ 5 લોકો પાસે છે ખાસ જવાબદારી જાણો કોણ છે શામા એક્સપર્ટ  
                                       
                  
				  				  
				   
                  				  નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2020-21નુ કેન્દ્રીય બજેટ રજુ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ વખતે બજેટને લઈને ખાસ ધ્યાન આપ્યુ છે. પીએમ મોદી અને નાણાકેયે મંત્રી નિર્મલા સીતારમણએ પોતાના સ્તર પર અનેક એક્સપર્ટની સાથે બેઠક કરી જેથી આ વખતના બજેટમાં સુસ્ત અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં આવે. 
				  										
							
																							
									  
	 
	પીએમે અનેક અર્થશાસ્ત્રી, ઈંડસ્ટ્રી લીડર, ખેડૂત નેતાઓ અને અનેક લોકો સાથે બજેટ પર વાતચીત કરી છે. પીએમ મોદીએ આ લોકો સાથે ઈકોનોમિક સ્લોડાઉનથી નિપટારો કરવાની સલાહ માંગી હતી. 
				  
	 
	દેશને સ્લોડાઉનથી ચપેટમાંથી કાઢીને પટરી પર લાવવા માટે સીતારમણનુ આ બજેટ ખૂબ મહત્વપૂર્ણ રહેનવાના છે. આમ તો સાંસદમાં બજેટ નાણામંત્રી જ રજુ કરશે પણ બજેટ બનાવવા પાછલ અનેક લોકોના હાથ હોય છે. આજે અમે તમને આવા જ 5 મુખ્ય લોકો વિશે બતાવી રહ્યા છે જે બજેટ બનાવવામાં પડદા પાછળ કામ કરી રહ્યા છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	નાણાકીય મંત્રી રાજીવ કુમાર 
	 
	રાજીવ કુમાર નાણાકીય મંત્રાલયમાં ટૉપ અધિકારી છે જે બેકિંગ સિફોર્મ્સ માટે ઓળખય છે. નાણાકીય મંત્રાલયના ટૉપ બ્યુરોક્રેટ રાજીવ કુમારની દેખરેખમાં અનેક બેકિંગ રિફોર્મને અંજામ આપવામાં આવ્યો છે. કુમારની નજર હેઠળ જ સરકારી બેંકોનુ મર્જર અને મોટુ પુનર્પૂજીકરણ અભિયાન ચલાવવામાં આવ્યુ. આશા કરવામાં આવી રહી છે કે બૈકિંગ સેક્ટરના સંકટને દૂર કરવા માટે તેમની ખાસ ભૂમિકા હોઈ શકે છે. 
				  																		
											
									  
	 
	આર્થિક મામલાના સચિવ, અતનુ ચક્રવર્તી
	 
	ચક્રવર્તી સરકારી સંપતિઓના સેલ એક્સપર્ટ છે. તેમને ગયા વર્ષે જ જુલાઈમાં આર્થિક વિભાગનો કાર્યભાર સંભાળ્યો છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થા 5 ટકાના ગ્રોથથી પણ નીચે જઈ રહી છે, ત્યારથી તેમને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન તૈયાર કર્યો છે. તેમની અધ્યક્ષતામાં જ એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રોથને પરત લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડૉલરના રોકાણની રૂપરેખા તૈયાર કરી હતી.
				  																	
									  
	 
	ખર્ચ સચિવ, ટી વી સોમનાથન
	 
	ટીવી સોમનાથનની નાણા મંત્રાલયમાં નવી એન્ટ્રી થઈ છે. તેમનું કામ સરકારી ખર્ચનું દેખરેખ કરવાનું છે. તેમની દેખરેખ સરકારી ખર્ચાઓને મેનેજ કરી બજારમાં માંગ વધારવા અને બિનજરૂરી ખર્ચા ઓછા કરવા પર રહે છે. તેમના પર બિનજરૂરી ખર્ચ ચિહ્નિત કરવાની જવાબદારી છે. તે પહેલા વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરી ચૂક્યા છે અને તેથી તે વાતથી અવગત છે કે વડાપ્રધાન મોદી કેવા પ્રકારનું બજેટ ઈચ્છે છે.
				  																	
									  
	 
	 
	મહેસૂલ સચિવ, અજય ભૂષણ પાંડે
	 
	હાલના સમયમાં નાણા મંત્રાલયમાં જે સચિવ પર સૌથી વધારે દબાણ છે, તે અજય ભૂષણ પાંડે છે. પાંડે પર મહેસૂલ એટલે કે સંસાધનોને વધારવાની જવાબદારી છે. મંદી વચ્ચે મહેસૂલની તંગીના અંદાજની વચ્ચે સંભવિત તેમની જવાબદારી સૌથી મુશ્કેલ છે. ગયા વર્ષે કરવામાં આવેલા 20 બિલિયન ડોલરના કોર્પોરેટ ટેક્સ કટ પર રોકાણના મામલામાં અસર દેખવાની બાકી છે. તેની વચ્ચે પાંડે ડાયરેક્ટ ટેક્સ કોડના ઘણા પ્રસ્તાવને અપનાવવા પર જોર આપશે.
				  																	
									  
	 
	 
	ડિસઈન્વેસ્ટમેન્ટ સેક્રેટરી, તુહીનકાંત પાંડે
	 
	પાંડેની પાસે Air India Ltd અને અન્ય સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટની જવાબદારી છે. ડિસઈન્વેસ્ટમેન્ટ સરકારની આવક માટે મુખ્ય માર્ગ છે. આ વખતે કેન્દ્ર સરકાર ગયા વર્ષે જુલાઈમાં રજૂ કરેલા બજેટ નિર્ધારિત 1.05 લાખ કરોડ રૂપિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ લક્ષ્યથી ખુબ પાછળ છે. આગામી વર્ષના લક્ષ્ય માટે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની બનશે.