રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2022
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (10:54 IST)

Stock Market Live on Budget Day: બજેટ ડે પર બજારમાં રોનક, સેંસેક્સ 900 અંક મજબૂત, નિફ્ટી 17550 ને પાર, બેંક શેયર ઉછળ્યા

Stock Market Live in Gujarati : બજેટના દિવસે આજે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. બજેટમાં પોઝિટિવ જાહેરાતોની અપેક્ષાએ રોકાણકારો ભારે ખરીદી કરી રહ્યા છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા છે. સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. જ્યારે નિફ્ટી પણ 200થી વધુ પોઈન્ટ વધી રહ્યો છે. આજના કારોબારમાં બેંક અને ફાઇનાન્શિયલ શેરોમાં જોરદાર ખરીદારી છે. નિફ્ટી પર બંને સૂચકાંકો 2 ટકાથી વધુ વધ્યા છે. રિયલ્ટી ઈન્ડેક્સ 2 ટકા, મેટલ ઈન્ડેક્સ 1.5 ટકા અને આઈટી ઈન્ડેક્સ 1 ટકા મજબૂત દેખાઈ રહ્યા છે. માર્કેટમાં દરેક સેક્ટરમાં ખરીદી થઈ રહી છે. હાલમાં સેન્સેક્સ 908 અંક વધીને 59923 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 234 અંક વધીને 17574 ના સ્તર પર છે. લાર્જ કેપ શેરોમાં મજબૂત એક્શન છે. સેન્સેક્સમાં 30માંથી 28 શેરો ઉપર છે. આજના ટોપ ગેઇનર્સમાં SUNPHARMA, INDUSINDBK, ICICIBANK, KOTAKBANK, AXISBANK, LT, TATASTEEL, HDFC અને HDFCBANK સામેલ છે. 
 
- બજારમાં તેજી
 
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉપર છે. જ્યારે નિફ્ટી પણ 200થી વધુ પોઈન્ટ વધી રહ્યો છે. આજના કારોબારમાં બેંક અને ફાઈનાન્શિયલ શેરોમાં જોરદાર ખરીદારી છે. નિફ્ટી પર બંને સૂચકાંકો 2 ટકાથી વધુ વધ્યા છે. રિયલ્ટી ઈન્ડેક્સ 2 ટકા, મેટલ ઈન્ડેક્સ 1.5 ટકા અને આઈટી ઈન્ડેક્સ 1 ટકા મજબૂત દેખાઈ રહ્યા છે.
 
-બેંકના શેરમાં ઉછાળો 
 
નિફ્ટી પર બેંક શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈન્ડેક્સ 2 ટકા અથવા 766 પોઈન્ટ મજબૂત થયો છે. ઇન્ડસઇન્ડ બેન્ક 3 ટકા, ICICI બેન્ક લગભગ 3 ટકા, કોટક બેન્ક, HDFC બેન્ક અને એક્સિસ બેન્ક 2 ટકાથી વધુ અપ છે. ઈન્ડેક્સ પરના તમામ શેરો લીલા નિશાનમાં છે.
 
-  નાણામંત્રી સવારે 11 વાગ્યે પેપરલેસ બજેટ રજૂ કરશે

-  બજેટ ગ્રોથ સપોર્ટિવ રહેશે 
 
બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે ગયા વખતની જેમ આ વખતે પણ બજેટ ગ્રોથ સપોર્ટિવ બની શકે છે. બજેટ વૃદ્ધિને નવી દિશા આપી શકે છે. સરકાર ઉચ્ચ મૂડીરોકાણ ફાળવણી દ્વારા વૃદ્ધિનો એજન્ડા ચાલુ રાખી શકે છે. આનાથી વધુને વધુ નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે જ્યારે રોકાણ ચક્ર ઝડપી બનશે.-