ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. યૂનિયન બજેટ 2024
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2024 (15:54 IST)

Budget 2024: મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદવાથી મળશે મોટી રાહત, નાણામંત્રીએ કર્યુ મોટુ એલાન

Budget 2024: પ્રોપર્ટી ખરીદવી એ દરેક વ્યક્તિનું જીવનભરનું સપનું હોય છે. સામાન્ય લોકોના આ સપનાને સાકાર કરવા કેન્દ્રની મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. હવે મહિલાઓના નામે મિલકત ખરીદવા માટે નોંધણી દરમિયાન વસૂલવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ગરીબોને ઘર ખરીદતી વખતે રજીસ્ટ્રેશન માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત મળી શકશે. આ ઉપરાંત સરકારે આવાસ માટે અન્ય ઘણી જાહેરાતો પણ કરી છે.
 
પીએમ રહેઠાણ હેઠળ 3 કરોડ નવા ઘર 
 
બજેટ 2024 રજુ કરવા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર ગામ અને શહેરોમાં બનાવવામાં આવશે. આ ઉપરાંત નાણામંત્રીએ આગામી પાંચ વર્ષમાં શહેરી રહેઠાણ માટે 2.2 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયતાનો પ્રસ્તાવ મુક્યો છે. નાણામંત્રીએ કહ્યુ કે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને ઉલ્લેખનીય પ્રતિક્રિયા મળી અને 1.8 કરોડ લોકોને આના હેઠળ નોંધણી કરાવી છે. 
 
રેંટનો બોઝ ઓછો કરવાનુ એલાન 
 
શહેરોમાં કામ કરનારા કામગારોને રેંટનો બોઝ ઓછો કરવા માટે નાણા મંત્રીએ મોટુ એલાન કર્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યુ કે સરકાર શહેરોમાં રેંટલ હાઉસિંગ ડેવલોપ કરશે. આ હાઉસિંગ સ્કીમ મોટી કંપનીઓ અને કારખાનાની આસપાસ બનાવવામાં આવશે. જેનાથી ફેક્ટરીમાં કામ કરનારા કામગારોને સસ્તા રેંટ પર મકાન મળી જશે. આ હાઉસિંગ પીપીપી મોડમાં બનાવવામાં આવશે. 
 
સાતમી વાર રજુ કરવામાં આવ્યુ બજેટ
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વખતે પણ અગાઉના વર્ષોની જેમ ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બજેટને પેપરલેસ ફોર્મેટમાં રજુ કર્યુ. આ દરમિયાન નાણામંત્રીએ મૈજેંટા બોર્ડરવાળી ક્રીમ રંગની રેશમની સાડી પહેરી હતી.  નિર્મલા સીતારમણે સાતમી વખત બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતા પહેલા, તેમણે પરંપરાગત 'બ્રિફકેસ' લઈને અધિકારીઓની તેમની ટીમ સાથે તેમની ઓફિસની બહાર ફોટો માટે પોઝ આપ્યો હતો. ટેબ્લેટને બ્રીફકેસને બદલે સોનાના રંગના રાષ્ટ્રીય પ્રતીક સાથે લાલ કવરની અંદર મૂકવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા બાદ તે સીધી સંસદ પહોંચી હતી. અહીં તેમણે બજેટ રજૂ કર્યું.