શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2021 (17:31 IST)

બેંક ખાતા સાથે લિંક્ડ મોબાઈલ નંબર યૂઝમાં નથી તો તરત જ બદલી નાખો નહી તો..

આજકાલ અનેક બૈકિંગ દગાખોરી ખોટા મોબાઈલ નંબર દ્વારા થઈ રહ્યા છે. જો તમે ઢિલાશ રાખશો તો બની શકે છે કે સાઈબર ઠગ તમારુ સંપૂર્ણ ખાતુ જ ખાલી કરે દે.  આવામાં જો તમે જે મોબાઈલ નંબર ખાતા ખોલાવતી વખતે કર્યુ હતુ અને તે હવે બંધ થઈ ગયો છે તો જે મોબાઈલ નંબર ચાલી રહ્યો છે  તેને તરત 
જ બેંકમાં નોંધાવો. તેનાથી તમારા ખાતામાં જે પણ પૈસા આવી રહ્યા છે કે જઈ રહ્યા છે, તે તમને તરત જ ખબર પડશે. સાથે જ તમે ફરજીવાડાથી બચી જશો. 
 
મોબાઈલ નંબર બદલવા માંગો છો તો આ કામ થોડી મિનિટમાં પૂરી કરી શકો છો. બેંક પોતાના ગ્રાહકોને હવે બેંક ગયા વગર નંબર બદલવાની સુવિદ્યા પુરી પાડી રહ્યુ છે. જી હા મોબાઈલ નંબર બદલવા માટે તમારે તમારુ ડેબિટ કાર્ડ અને પહેલાથી નોંધાયેલ મોબાઈલ નંબરની જરૂર પડશે. આવો જાણીએ કે કેવી રીતે 
 
તમે ઓનલાઈન કે એટીએમ દ્વારા  તમારો મોબાઈલ નંબર બદલી શકો છો. 
 
ઓનલાઈન ઘરે બેસ્યા બદલો મોબાઈલ નંબર 
 
જો તમારી પાસે નેટ બૈકિંગ ખાતુ છે તો તમે ઘરે બેસ્યા તમારા મોબાઈલ કે કંપ્યુટરની મદદથી બેંક ખાતાનો મોબાઈલ નંબર બદલી શકો છો. અહી અમે દેશની 
 
સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકનુ ઉદાહરણ આપી રહ્યા છે. 
 
- સૌથી પહેલા તમારે બેંકની નેટ બૈકિંગ વેબસાઈટ www.onlinesbi.com પર જઈને લોગઈન કરવો પડશે. 
- જ્યારે તમે તમારુ લોગઈન કરો છો તો તમને અહી પ્રોફાઈલ પર ક્લિક કરવુ પડશે. 
- ત્યારબાદ પર્સનલ ડિટેલ પર ક્લિક કરો. અહી તમને તમારા ભારતીય સ્ટેટ બેંક પ્રોફાઈલ પાસવર્ડ નાખવાનો છે. 
- તેને સબમિટ કરતા તમને તમારો ઈમેલ આઈડી અને જૂનો નંબર દેખાશે. જેમા મોબાઈલ નંબર બદલવાનો વિકલ્પ પણ દેખાશે. 
- આ આદેશનુ પાલન કરતા તમારે તમારો મોબાઈલ નંબર બદલવો પડશે. 
 
બેંક જઈને પણ બદલી શકો છો મોબાઈલ નંબર 
 
જો તમે ઈંટરનેટ બૈકિંગનો ઉપયોગ નથી કરતા તો તમે બેંક જઈને તમારો મોબાઈલ નંબર બદલાવી શકો છો. તમારે તમારી બેંક શાખા જઈને મોબાઈલ નંબર પરિવર્તન ફોર્મ ભરવુ પડશે.  આ ઉપરાંત તમારે તમારી પાસબુક અને આધાર કાર્ડની ફોટોકોપી પણ આપવી પડશે. ત્યારબાદ બેંક પોતાનો મોબાઈલ બદલી નાખશે. 
 
એટીએમ દ્વારા આ રીતે બદલો 
 
જો તમે ચાહો તો તમારા પોતાના એટીએમથી તમારો મોબાઈલ નંબર પણ બદલી શકો છો, પણ આ માટે તમારી પાસે એ જૂનો નંબર હોવો પણ જોઈએ, જેને તમે પહેલા બેંકમાં નોંધાવ્યો હતો.   જો જૂનો નંબર ચાલુ નથી તો તમે એટીએમ દ્વારા તમારો નંબર બેંકમાં બદલી શકશો નહી. એટીએમ્દ્વારા નંબર બદલવા માટે તમારે પહેલા તમારી પિન નાખવી પડશે. ત્યારબાદ મોબાઈલ નંબર પરિવર્તનના વિકલ્પની પસંદગી કરવી પડશે. ત્યારબાદ તમે પંજીકૃત નંબર પર એક ઓટીપી આવશે જેને તમારા એટીએમમાં નાખવાનો છે.  ત્યારબાદ તમારી પાસે નવો નંબર માંગવામાં આવશે અને તેની ચોખવટ કરવામાં આવસહે. આ રઈતે એટીએમ દ્વારા તમારો મોબાઈલ નંબર બદલાય જશે.