મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2023 (14:19 IST)

Mahila Samman Saving Certificate- મહિલાઓ માટે મોદી સરકારની ખાસ યોજના

Mahila Samman Saving Certificate :મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારે 1 એપ્રિલ 2023થી આ યોજના શરૂ કરી છે. મહિલાઓ હવે પોસ્ટ ઓફિસમાંથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર (MSSC) ખરીદી શકશે. નાણા મંત્રાલયે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, 2023 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સૂચના જારી કરવાની સાથે, નાણા મંત્રાલયે એમ પણ કહ્યું છે કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર દેશભરની 1.59 લાખ પોસ્ટ ઓફિસમાં તરત જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
 
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર શું છે, લાભ કેવી રીતે મેળવવો?
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરી હતી 
બજેટમાં મહિલાઓને મોટી ભેટ
 
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર  (Mahila Samman Saving Certificate)યોજનાની જાહેરાત
 
મહિલાઓની બચતને પ્રોત્સાહન મળશે
 
મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે
 
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2 વર્ષ માટે રહેશે
 
મહિલા અથવા બાળકીના નામે ડિપોઝીટ કરી શકાય છે
 
યોજનામાં આંશિક ઉપાડની સુવિધા પણ હશે.