રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Updated :નવી દિલ્હી , રવિવાર, 8 મે 2022 (12:34 IST)

Aadhaar Update: મોટા સમાચાર ! હવે નહી ચાલે આ પ્રકારનુ આધાર કાર્ડ UIDAI એ આપી આ જરૂરી સૂચના

Aadhaar Update: ભારતમાં આધાર કાર્ડ એક આવશ્યક દસ્તાવેજ બની ગયું છે. આના વિના, આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો નથી, પરંતુ ઘણા સરકારી અને બિન-સરકારી લાભો માટે ફરજિયાત દસ્તાવેજ પણ છે. આપણું આધાર કાર્ડ એક અનન્ય દસ્તાવેજ છે, કારણ કે તેમાં જરૂરી માહિતી છે. હવે તો આધાર પણ બાળકોના પ્રવેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. પરંતુ આ દરમિયાન આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
 
સ્માર્ટ આધાર કાર્ડ માટે  ઘણા લોકો અરજી કરે છે પરંતુ UIDAIએ ગ્રાહકોને સ્માર્ટ આધાર કાર્ડ (PVC Aadhaar Card) અંગે ચેતવણી આપી છે. UIDAIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે ગ્રાહકોએ ઓપન માર્કેટમાંથી PVC આધારની કોપીનો ઉપયોગ ન કરવો. વાસ્તવમાં, UIDAIએ ગ્રાહકોની સુરક્ષા અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને આવા આધારનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે
 
UIDAIએ માહિતી આપી
આધાર કાર્ડ પર નજર રાખનાર UIDAIએ ટ્વીટ કરીને કહ્યું કે, 'જો કોઈ ગ્રાહકને ઓપન માર્કેટમાંથી PVC કાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ અથવા સ્માર્ટ આધાર કાર્ડ મળે છે, તો તે માન્ય રહેશે નહીં. UIDAIએ એ પણ જણાવ્યું કે ગ્રાહકો કોઈપણ આધાર કાર્ડ દ્વારા તેમનું કામ કરી શકે છે.