સપા દંગલ - સૌની નજર હવે ચૂંટણી પંચના આજ આવનારા નિર્ણય પર
મુલાયમ સિંહ યાદવ અને તેમના પુત્ર તેમજ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વચ્ચે ચાલી રહેલ વિવાદને કારણે સમાજવાદી પાર્ટીના ભવિષ્યને લઈને લોકોની નજર હવે ચૂંટણી પંચની આજે થનારા નિર્ણય પર ટકી છે. મુલાયમં સિંહ યાદવ પોતાના ભાઈ શિવપાલ સિંહ યાદવ સાથે દિલ્હીમાં જ છે. જ્યારે કે અખિલેશ યાદવ મિત્ર તરફથી રામ ગોપાલ યાદવ પંચમાં રજુ થતારહ્યા છે. સપા મુખિયા મુલાયમ સિંહ યાદવે રામ ગોપાલ યાદવ પર ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સપાને તોડવાનો આરોપ લગાવી દીધો હતો.
ચૂંટણી પંચે બંને પક્ષોને આજે બોલાવ્યા છે
તેમણે કહ્યુ હતુ કે પોતાના પુત્ર અને વહુને કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)થી બચાવવા માટે રામ ગોપાલ યાદવ ભાજપા સાથે મળીને સપાને તોડી રહી છે. ચૂંટણી પંચે સુનાવણી માટે આજે સાઢા 11 વાગ્યે બંને પક્ષોને બોલાવ્યા છે. પંચ ચૂંટણી ચિહ્ન સાઈકલ પર નિર્ણય સંભળાવી શકે છે. પ્રાટીના બંને પક્ષના એક થવાની શક્યતા નહિવત છે. જો કે મુલાયમ સિંહ યાદવે કહ્યુ હતુ કે તેઓ પાર્ટીની કોઈ પણ પરિસ્થિતિમાં તૂટવા નહી દે. રસપ્રદ છે કે પાર્ટી પાંચ નવેમ્બરના રોજ જ પોતાનો રજત જયંતી સમારંભ ઉજવ્યો હતો અને તેના થોડાક જ દિવસ પછી પાર્ટીમાં વિવાદ એવો વધી ગયો કે તેમનુ ફક્ત ઔપચારિક રૂપે તૂટવુ જ બાકી રહી ગયુ છે.