ઊડી ઊડી રે પતંગ મારી ઊડી રે..

W.D
ઊડી ઊડી રે પતંગ મારી ઊડી રે..

ઊડી ઊડી રે પતંગ મારી ઊડી રે
જુઓ વાદળોને સંગ
અને પક્ષીઓને સંગ
આંબી કેવુ આકાશ રે.....

મારી પતંગ છે પેલી આંખેદાર
પેલા ચાપટને પછાડી
અને અઢ્ઢાને કાપી કેવી
ઊંચીને ઊંચી એ તૂ ઊડી રે....

મારો દોરો પણ માંજ્યો છે કેવો ધારદાર
એ તો લાવ્યો છુ હું સુરતથી ખાસ
આજે લડાવશે પેચ
અને હરખાશે મન
આજના આનંદ સાથે ઊડી રે.....

કલ્યાણી દેશમુખ|


આ પણ વાંચો :