શનિવાર, 30 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By

મકર સંક્રાતિ - સૌભાગ્યવતી સ્ત્રીઓ આ રીતે કરવુ જોઈએ દાન, ઘરમાં રહેશે બરકત

મકર સંક્રાતિને મુખ્ય રૂપે દાન પુણ્યનો દિવસ માનવામાં આવે છે જોકે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે દાન આપવુ અને જ્ઞાન ગ્રહણ કરવા માટે સમયની રાહ ન જ ઓવી જોઈએ.  કારણ કે રાહ જોવાથી બની શકે છે કે તમે ભવિષ્યમાં દાન કરી શકો કે ન પણ કરી શકો.  આ જ રીતે બની શકે કે તમે ભવિષ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકો કે ન કરી શકો.  શાસ્ત્રોમાં કહ્યુ છે કે દાન અને જ્ઞાન હંમેશા યોગ્ય વ્યક્તિને જ આપવુ જોઈએ.  
 
જ્યોતિષ મુજબ શુ દાન કરવુ જોઈએ 
 
એવુ કહેવાય છે કે મકરસંક્રાતિના દિવસે ઈંધણનુ દાન કરવાથી તમારા રસોડામાં મા અન્નપૂર્ણા અને અગ્નિદેવની કૃપા રહે છે. આવા ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી અને ચુલામાંથી સદૈવ પવિત્ર અગ્નિ પ્રજવલ્લિત થતી રહે છે.  ચુલાની અગ્નિને શાસ્ત્રોમાં પવિત્ર માનવામા6 આવે છે અને આ પરિવારની સમૃદ્ધિનુ પ્રતિક છે. 
 
શાસ્ત્રો મુજબ સૌભાગ્યવતી સ્ત્રીઓએ કોઈપણ વસ્તુ આ દિવસે 13ની સંખ્યામાં બ્રાહ્મણોને કે સુહાગન સ્ત્રીઓને દાન કરવી જોઈએ.  
 
મકર સંક્રાતિના દિવસે સૂર્યની પૂજા કર્યા વગર ભોજન ન કરવુ જોઈએ. આ દિવસથી વાતાવરણમાં સૂર્યનુ તેજ વધે છે. તેથી તમારા આપણા ખાનપાન અને દિનચર્યાને પણ આ જ અનુસાર ઢાળવો જોઈએ. શાસ્ત્રોમાં દાન આપવા સાથે જ આ વાતો વિશે પણ બતાવ્યુ છે કે કંઈ વસ્તુઓનુ દાન ન કરવુ જોઈએ. 
 
- દાન સદૈવ પોતાની કમાણીમાંથી મેળવેલ અને પવિત્ર કમાણીનુ હોવુ જોઈએ.  જે ધન કે પદાર્થ કોઈને સતાવીને કે કોઈને દુખ આપીને  કે કોઈ નિર્બળની આંખોમાં આંસુ લાવીને મેળવવામા6 આવે છે અને પછી તેનુ દાન કરવામાં આવે છે તો આ ફળદાયી હોતુ નથી. 
 
આ ઉપરાંત દાન એવી જ વ્યક્તિને આપો જેને ખરેખર તેની જરૂર છે.  કારણ કે આવી વ્યક્તિને દાન કરવાથી તેના ચેહરા પર જે ખુશી છલકાય છે કે તેને મેળવીને જેનુ જીવન થોડુ સરળ બની જાય છે તો દાન કરનાર વ્યક્તિને પણ પુણ્ય મળે છે.  આ ઉપરાંત એવી વ્યક્તિને પણ તમે દાન આપી શકો છો જેને ભલે દાનની જરૂર નથી પણ તે તમારા દ્વારા આપેલ દાનનો સદ્દપયોગ કરે છે. 
 
એવા લોકોને દાન ન આપશો જે દાનનો સદ્દપયોગ નથી .. અન્ય શબ્દોમાં કહીએ તો જે લોકો આપેલા દાનનો દુરૂપયોગ કરે તેમને ક્યારેય દાન ન આપવુ જોઈએ. એવા લોકોને પણ દન ન આપવુ જે ક્યારેય સંતુષ્ટ થતા નથી.  અને દાન લીધા પછી દાનદાતાનુ અપમાન કરે છે.  શાઅસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે દાન આયા પછી વ્યક્તિએ ક્યારેય પશ્ચાતાપ ન કરવો જોઈએ.  તેનાથી તેનુ પુણ્ય સમાપ્ત થઈ જાય છે. 
 
દાન આપતી વખતે ધ્યાન રાખો કે તમે તમારી પ્રસિદ્ધિ માટે કે યશ પ્રાપ્ત કરવા માટે દાન નથી કરી રહ્યા તમે એ માટે દાન કરી રહ્યા છો કારણ કે ઈશ્વરે તમને તેના યોગ્ય બનાવ્યા છે. આ માટે ઈશ્વરનો આભાર માનો કે તેણે તમને આ યોગ્ય બનાવ્યા. દાનમાં આપવામાં આવતી વસ્તુઓ સારી ગુણવત્તાની હોવી જોઈએ. જૂની કે નકામી વસ્તુઓનુ દાન કરવાથી તેનુ પુણ્ય મળતુ નથી. દાનમાં એવી વસ્તુઓ આપો જે લેનારના કામમાં આવે અને તે તેનો ઉપયોગ કરી શકે ..