અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શાનદાર શરૂઆત.. જુઓ ફોટા

makarsankranti
અમદાવાદ,| Last Updated: સોમવાર, 11 જાન્યુઆરી 2016 (11:10 IST)

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્‍ટ ખાતે આજે આંતરરાષ્‍ટ્રીય પતંગ ઉત્‍સવની વિધિવતરીતે શરૂઆત થઇ હતી. મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ અને રાજ્‍યપાલ ઓપી કોહલીએ પતંગ ઉત્‍સવનો પ્રારંભ કરાવ્‍યો હતો. પતંગ ઉત્‍સવમાં ભાગ લેવા દેશ-દુનિયાના પતંગબાજો પહેલાથી જ પહોંચી ગયા હતા અને પતંગ ઉત્‍સવની શરૂઆત થયા બાદ પતંગબાજોએ અમદાવાદના આકાશને રંગીન બનાવી દીધું હતું. શરૂઆતમાં ભાગવત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા આદિત્‍ય સ્‍તુતિ પ્રસ્‍તુત કરવામાં આવી હતી જ્‍યારે ૨૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ સૂર્યનમસ્‍કાર સ્‍વરુપે સૂર્ય નમનના કાર્યક્રમમાં જોડાયા હતા.

makarsankarntiઆ પણ વાંચો :