ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Updated : ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (15:41 IST)

મકર સંક્રાતિ પર તલથી કરેલા 5 ઉપાય વધારે છે સુખ્-સમૃદ્ધ (video)

દરેક વર્ષની 14મી કે 15મી જાન્યુઆરીના દિવસે જ્યારે સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસે મકર સંક્રાતિ ઉજવાય  છે.
 
પ્રથમ કાર્ય -  સવારે ઉઠીને તલના ઉબટનથી સ્નાનનું  ખૂબ મહત્વ  છે આ દિવસે તલથી સ્નાન કરવાથી મનુષ્ય સાત જન્મ સુધી રોગથી મુક્ત રહે છે.  સાથે જ હમેશા સ્વાસ્થ્ય  લાભ પ્રાપ્ત કરે છે. 
 


 
તલથી સૂર્ય પૂજન 
 
સૂર્યનો  મકર રાશિમાં પ્રવેશ જ મકર સંક્રાતિ છે. આથી સૂર્ય જ આ દિવસે પ્રમુખ દેવ છે. મકર સંક્રાતિના દિવસે  સૂર્યનું  ખાસ પૂજન કરવુ  જોઈએ. સૂર્ય ગાયત્રી મંત્રથી અર્પિત કરેલ સૂર્યઅર્ધ્ય જીવનમાં પ્રગતિ આપે છે. સૂર્યને જળ અર્પિત કરતા જળમાં તલ અને ગોળ મિકસ કરી સૂર્યને જળ અર્પિત કરો. 
 
સૂર્ય ગાયત્રી મંત્ર
 
ૐ ભાસ્કરાય વિદ્યહે આદિત્યાય ધીમહી તન્નો સૂર્ય પ્રચોદયાત 
 



 

 
મકર સંક્રાતિના દિવસે પિતરો અને દેવતાઓના તીર્થ જઈને જે પણ દાન કરાય છે. તેનાથી  પિતર સંતુષ્ટ થાય છે અને જીવનમાં ઉન્નતિનો માર્ગ ખુલે છે. આ દિવસે શનિ ગ્રહની પ્રસન્નતા માટે તલ અને સૂર્ય ગ્રહની પ્રસન્નતા માટે ગોળનું  દાન કરાય છે. શનિ અને સૂર્યની પ્રસન્નતા માટે આ દિવસે કોઈ કોઢીને તલ અને ગોળના લાડૂ દાન જરૂર કરવા જોઈએ. 
 
મગ અને ચોખાની ખિચડી 
તલના સાથે જ મગ અને ચોખાની ખિચડીનું  દાન કરવુ  સર્વશ્રેષ્ઠ ગણાય છે. 
 
મકર સંક્રાતિએ  ગૌ માતાને તલ મિક્સ કરી ખિચડી ખવડાવવાથી શનિ ગ્રહના અશુભ પ્રભાવ ઓછા થઈ જાય છે. ગૌ માતાને આ દિવસે જે કોઈ પણ આ ખિચડી ખવડાવે છે તેની  ગ્રહ સંબંધિત પીડા ઓછી થાય છે. ગૌ માતાના પૂજનમાં સૌથી પહેલા ગૌમાતાને ચાંદલા કરો. પ્રણામ કરો . પછી ખિચડી અર્પિત કરો. 
 
આ મંત્ર સાથે ગૌમાતાને ચાંદલા કરો 
 
સર્વદેવમયે દેવિ સર્વદેવૈરલંકૃતે 
માતમર્માભિલષિત સફલં કુરુ નન્દિની!
 
આ મંત્ર સાથે ખિચડી અર્પિત કરો 
 
ત્વં માતા સર્વદેવાના ત્વં ચ યજ્ઞસ્ય કારણમ 
તવં તીર્થ સર્વતીરર્થાના નમસ્તેસ્તુ સદાનધે.