ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (14:51 IST)

Moongfali Chikki - સીંગદાણાની ચિક્કી

સામગ્રી - સીંગદાણા 250 ગ્રામ, 250 ગ્રામ ગોળ, ઘી બે મોટી ચમચી, 5-6 વાટેલી ઈલાયચી. 
રીત - સીંગદાણાને સેકીને અધકચરા વાટી લો. હવે કઢાઈમાં ઘી ગરમ કરી તેમા ગોળને ઓગાળો. ગોળ ઓગળીને ફૂલવા માંડે કે તરત જ અધકચરા વાટેલા સીંગદાણા નાખી ને સારી રીતે હલાવો અને ઈલાયચી નાખી નીચે ઉતારી લો. હવે એક થાળીની પાછળ તેલ લગાવી આ મિશ્રણને પાથરી મોટી પાતળી રોટલી વણો. આ મિશ્રણ ગરમ રહે ત્યાં સુધી જ ઝટપટ આની રોટલી વણી લેવી. ઠંડુ થતા જ તેને તોડીને ભરી લેવી. તૈયાર છે સીંગદાણાની ચીકી. 
 
નોંધ - યાદ રહે કે ગોળને ગરમ કરતી વખતે હલાવતા રહેવુ જોઈએ, જો વધુ ગરમ થઈ જશે તો ગોળ કાળો થઈ જશે અને ચીકી પથ્થર જેવી થઈ જશે. સીંગદાણાની સાથે સેકીને વાટેલા તલ અને છીણેલુ કોપરું પણ નાખી શકાય છે.