સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By

Uttrayan 2018 - મકરસંક્રાંતિનુ મહત્વ અને ઉપાય

ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણ મતલબ મકરસંક્રાંતિનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ હતુ કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે સૂર્ય દેવતા  ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી એકદમ વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય છે ત્યારે પૃથ્વી અંધકારમય થાય છે અને આ અંધારામાં શરીરનો ત્યાગ કરીએ તો એ જીવને પુનર્જન્મ લેવો પડે છે. 
 
- મહાભારત અને ભાગવત પુરાણ મુજબ સૂર્યના ઉત્તરાયણ થવાના દિવસે જ પિતામહ ભીષ્મએ પોતાનો દેહ ત્યાગ 
કર્યો હતો. 
- વિષ્ણુ ધર્મસૂત્ર મુજબ પિતૃઓની શાંતિ માટે અને સ્વાસ્થ્યવર્ધન અને કલ્યાણ માટે તલનો પ્રયોગ સ્નાન, દાન, ભોજન, જળ અર્પણ, આહુતિ અને તલના તેલથી માલિશ કરવાથી પાપ નાશ પામે છે. 
- મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને અર્ધ્યનુ વિશેષ મહત્વ હોય છે. તેથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવુ જોઈએ જો આવુ ન કરી શકો તો ઘરે જ આ વિશેષ ઉપાય કરો. 
 
મકરસંક્રાંતિના વિશેષ ઉપાય... 
 
- આ દિવસે સ્નાન કરવાના જળમાં તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવુ જોઈએ. 
- સ્નાન કર્યા પછી એક તાંબાના કળશમાં શુદ્ધ પાણી ભરીને તેમા લાલ ચંદન, તલ, ચોખા અને લાલ ફૂલ નાખીને "ૐ ઘૃણિ આદિત્યાય નમ:" આ મંત્રનો જાપ કરતા સૂર્યનારાયણને અર્ધ્ય આપો. ત્યારબાદ નિમ્ન 12 મંત્રોનો જાપ કરતા સૂર્ય નારાયણને પ્રણામ કરો. 
 
1. ૐ સૂર્યાય નમ:
2. ૐ ભાસ્કરાય નમ:
3. ૐ રવયે નમ:
4. ૐ મિત્રાય નમ:
5. ૐ ભાનવે નમ:
6. ૐ ખગાય નમ:
7. ૐ પુષ્ણે નમ:
8. ૐ મારિચાયે નમ:
9. ૐ આદિત્યાય નમ:
10. ૐ સાવિત્ર નમ:
11. ૐ આર્કાય નમ:
12. ૐ હિરણ્યગર્ભાય નમ:
 
- આ દિવસે તલ અને ગોળથી બનેલ લાડુ, ખીચડી અને તાંબાના પાત્રનુ દાન કરવુ જોઈએ.