સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Updated : સોમવાર, 8 જાન્યુઆરી 2018 (11:17 IST)

ભગવાન શ્રીરામે પણ પતંગ ઉડાવ્યો હતો... પતંગ ઉડાવવાની પરંપરા આટલી જૂની છે

મકર સંક્રાંતિના દિવસે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગમાં પતંગ ઉડાવવાની પરંપરા છે.. દેશભરમાં આ અવસરે પતંગ ઉડાવીને આનંદ મેળવવાની પરંપરા રહી છે. મકર સંક્રાન્તિ ઉપર પતંગ ઉડાવવાની પરંપરા ક્યારે અસ્તિત્વમાં આવી તેનો કોઈ ઇતિહાસ નથી. પરંતુ શ્રી રામચરિત માનસમાં વર્ણવેલા એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રીરામે પતંગ ઉડાવ્યો હતો. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, પતંગ ઉડાવવાની પરંપરા કેટલી જૂની છે. 
રામ ઈક દિન ચંગ ઉડાઈ | 
ઈન્દ્રલોક મેં પહોંચી જાઈ || 
 
તમિલની તન્દ્રનાનરામાયણમાં પણ આ ઘટનનઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રામાયણ મુજબ મકર સંક્રાંતિ જ એ પાવન દિવસ હતો જ્યારે ભગવાન શ્રી રામ અને હનુમાનજીની મિત્રતા થઈ. મકર સંક્રાંતિના દિવસે રામ જ્યારે પતંગ ઉડાવી તો પતંગ ઈન્દ્રલોકમાં પહોંચી ગઈ. 
 
પતંગને જોઈને ઈન્દ્રના પુત્ર જયંતીની પત્ની વિચારવા લાગી કે જેની પતંગ આટલી સુંદર છે તે પોતે કેટલો સુંદર હશે. ભગવાન રામને જોવાની ઈચ્છાને કારણે જયંતીની પત્નીએ પતંગની ડોર તોડીને પતંગ પોતાની પાસે રાખી લીધી. 
 
ભગવાન રામે હનુમાનજીને પતંગ શોધીને લાવવાનુ કહ્યુ. હનુમાનજી ઈન્દ્રલોક પહોંચી ગયા. જયંતની પત્નીએ કહ્યુ કે જ્યા સુધી તેઓ રામને જોશે નહી પતંગ પરત નહી આપે. હનુમાનજી સંદેશ લઈને રામ પાસે પહોંચી ગયા. ભગવાન રામે કહ્યુ કે વનવાસ દરમિયાન જયંતની પત્નીને તેઓ દર્શન આપશે.  હનુમાનજી રામનો સંદેશ લઈને જયંતની પત્ની પાસે પહોંચ્યા.  રામનુ આશ્વાસન મેળવીને જયંતની પત્નીએ પતંગ પરત આપી દીધી. 
 
તિન સબ સુનત તુરંત હી, દીન્હી દોડ પતંગ 
ખેંચ લડ પ્રભુ બેગ હી.. ખેલત બાલક સંગ...