Makar Sankranti - મકરસંક્રાંતિ શબ્દના વિવિધ અર્થ

Last Updated: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (18:12 IST)

મકરસંક્રાંતિ એટલે પ્રકાશનો અંધારા પર વિજય 
માનવનું જીવન પણ પ્રકાશ અને અંધકારથી ધેરાયેલુ છે. તેના જીવનનું વસ્ત્ર કાળા અને સફેદ તંતુઓથી વણેલું છે. મકરસંક્રાંતિના દિવસે માનવીનએ પણ સંક્રમણ કરવાનો શુભ સંકલ્પ કરવાનો હોય છે. માનવ જીવનમાં ફેલાયેલા અજ્ઞાન, શંકા, અંધશ્રધ્ધા, જડતા, કુસંસ્કાર વગેરે અંધકારના લક્ષણો છે. માનવીને અજ્ઞાનને જ્ઞાનથી, ખોટા શકને વિજ્ઞાનથી, અંધશ્રધ્ધાને બરાબરની શ્રધ્ધાથી, જડતાને ચેતનથી અને કુસંસ્કારોને સંસ્કારના સર્જન દ્વારા હટાવવાનું છે. આ જ તેના જીવનની સાચી સંક્રાંતિ કહેવાશે. 

સંક્રાંતિ એટલેકે ચારેબાજુ ક્રાંતિ.

ક્રાતિમાં ફક્ત પરિસ્થિતિ પરિવર્તનની આકાંક્ષા હોય છે જ્યારે કે સંક્રાંતિમાં બરાબરની પરિસ્થિતિ સ્થાપવાની ઈચ્છા હોય છે. જેને માટે ફક્ત સંદર્ભ જ નહી પરંતુ માનવીના મનના સંકલ્પોને પણ બદલવાના હોય છે. આ કાર્ય વિચાર ક્રાંતિથી જ શક્ય છે. ક્રાંતિમાં હિંસાને મહત્વ આપવાનું હોય છે, પરંતુ સંક્રાંતિમાં સમજદારીને મહત્વ હોય છે. અહિંસાનો અર્થ 'પ્રેમ કરવો' છે જે સંક્રાંતિમાં તો પળ-પળમાં અને કણ-કણમાં પ્રવાહિત થતો જોવા મળે છે. સંક્રાંતિનો અર્થ માથુ કાપવો નથી પરંતુ મસ્તકમાં રહેલા વિચારોને બદલવાનો છે અને આજ સાચો વિજય છે. 

સંક્રાંતિ એટલે સંગક્રાંતિ 

આ દિવસે માનવીને સંગમુક્ત થવાનો સંકલ્પ કરવો જોઈએ. કામ,ક્રોધ, લોભ,મોહ, મદ,મત્સર વગેરે વિકારોના પરિણામોથી બને ત્યાં સુધી મુક્ત રહેવાનો સંકલ્પ કરવો જોઈએ. સંગમુક્તિથી આપણે ક્ષણે ક્ષણે મુક્ત બનવું જોઈએ. અર્થાત મુક્ત જીવનના લોકોનો સંગ કરવો જોઈએ. આવા જીવનમુક્ત લોકો જ અમારી ક્રાંતિને યોગ્ય દિશા, રસ્તો અને મર્ગદર્શન આપી શકે છે.

 

 
 


આ પણ વાંચો :