મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (17:50 IST)

Makar Sankranti 2020 : મકરસંક્રાતિ પર આ રીતે કરો દાન

જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણનો પર્વ છે મકર સંક્રાતિ. મકર સંક્રાતિ સ્નાન પર્વ ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીરે ભીડ ઉમડે છે.  આ પ્રસંગ પર ખિચડી સાથે તલ, લાડુનુ પણ દાન કરવામાં આવે છે. આ દિવસે દાનનુ વિશેષ મહત્વ હોય છે.  કોઈને પણ આ દિવસે ખાલી હાથ ન જવા દો. દાનમાં તલનો સામાન સારો માનવામાં આવે છે. 
 
આ ઉપરાંત ધાબળાનુ પણ દાન કરવુ શુભ માનવામાં આવે છે. મકર સંક્રાતિ પર કરવામાં આવેલ દાન અક્ષય ફળદાયી હોય છે.  એવુ કહેવાય છે કે આ દિવસે આપવામાં આવેલ દાન સો ગણુ વધીને પ્રાપ્ત થાય છે.  આ દિવસે ભગવાન સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. 
 
મકરસંક્રાતિ પર તમે જે પણ દન કરવા માંગો છો તેને એકત્ર કરી એક સ્થાન પર મુકી દો. ત્યારબાદ સવારે સ્નાન કરીને સૂર્યને જળ આપો. ત્યારબાદ સૂર્યની ઉપાસના કરો. જ્યોતિષ મુજબ આ દિવસે શ્રદ્ધા મુજબ 5, 7 અને  11, 21, 51, 101 જેવી શુભ અંકમાં વસ્તુઓનુ દાન કરવુ ખૂબ સારુ માનવામાં આવે છે.  તમે ગરીબો અને તમારાથી મોટેરાઓને દાન કરી શકો છો. આ ઉપરાંત અન્ન, ઘી કે વસ્ત્ર નું દાન કરો. ચોખા, દાળ, શાક, મીઠુ અને ઘી ની ખિચડીનુ દાન કરવુ સર્વોત્તમ હોય છે.