શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (12:59 IST)

ભાજપ સાંસદ કેપી યાદવ સામે નકલી ઓબીસી સર્ટિફિકેટનો કેસ

પુત્રને અન્ય પછાત જાતિ (ઓબીસી)ના ખોટા પ્રમાણપત્ર દ્વારા અનામત અપાવવાના કેસમાં મધ્ય પ્રદેશના ગુના-શિવપુરીથી ભાજપના સાંસદ કેપી યાદવ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
 
એમની અને એમના પુત્ર સામે મુંગાવલી પોલીસ સ્ટેશનમાં મધરાતે પોલીસ ફરિયાદ થઈ છે.
 
આ જ મામલે પોલીસે ફરિયાદ લેવામાં મોડું કરતા અશોકનગરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની બદલી પણ કરી નાખવામાં આવી છે.
 
ભારતીય જનતા પાર્ટી આ પોલીસ ફરિયાદને બદલાની કાર્યવાહી અને રાજકીય કાવતરું ગણાવે છે.
 
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં કેપી યાદવે દિગ્ગજ કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને હરાવ્યા હતા.