બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Updated : બુધવાર, 3 જાન્યુઆરી 2024 (17:00 IST)

Makar Sankranti 2024 - : મકર સંક્રાતિ પર આ વસ્તુઓનુ દાન બનાવશે ધનવાન, કરતા જ જોવાશે કમાલ

daan
Makar Sankranti Doantion: સૂર્યનુ એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન સંક્રાતિ કહેવાય છે. જ્યોતિષ મુજબ સૂર્ય જે રાશિમાં પ્રવેશ કરે છે તેને તે જ નામથી ઓળખાય છે. જેમ જાન્યુઆરીમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યુ છે. તેથી તેને મકર સંક્રાતિના નામથી ઓળખાય છે. હિંદુ ધર્મમાં સંક્રાતિનુ ખાસ મહત્વ છે. કહે છે કે સંક્રાતિ પર કેટલીક વસ્તુઓનિ દાન કરવાથી વ્યક્તિ ધનવાન બને છે. 
 
જ્યોતિષ શાસ્ત્રના મુજબ આ દિવસે ધાબળા દાન કરવુ પણ શુભ ગણાય છે. માન્યતા છે કે આ દિવસે કોઈ ગરીબ, જરૂરિયાત કે પછી કોઈ આશ્રમમાં ધાબળાનુ દાન કરવાથી 
 
જીવનમાં રાહુના અશુભ અસરને દૂર કરાય છે. 
 
ખિચડીનુ દાન 
મકર સંક્રાતિને ખાસ કરીને ખિચડી પર્વના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ખિચડીનુ દાનનુ પણ ખાસ મહત્વ જણાયુ છે. આ દિવસે કાળી અડદની દાળ અને ચોખાની ખિચડીનુ દાન કરાય છે. કહે છે કે અડદનુ સંબંધ શનિદેવથી હોય છે અને આ દિવસે તેનુ દાન કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે તેમજ ચોખાના દાનથી વ્યક્તિને અક્ષય ફળની પ્રાપ્તિ હોય છે. 
 
તલનુ દાન 
ધાર્મિક ગ્રંથોમાં મકર સંક્રાતિને તલ સંક્રાતિના નામથી પણ ઓળખાય છે. આ દિવસે તલનુ દાન કરવાનુ ખાસ મહત્વ હોય છે. આ દિવસે તલ દાન કરવાની સાથે-સાથે  ભગવાન વિષ્ણુ, સૂર્ય દેવ અને શનિદેવની તલથી પૂજાનુ પણ વિધાન છે. આ દિવસે બ્રાહ્મણોને તલ દાન કરવાથી લાભ હોય છે. વ્યક્તિની કુંડળીમાં શનિદોષ દૂર થાય છે. 
 
કપડાનુ દાન 
હિંદુ ધર્મમાં દાનનુ ખાસ મહત્વ જણાવ્યુ છે. આ દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતને એક જોડી કપડાનુ દાન જરૂર કરવો જોઈએ. દાન કરતા સમયે આ વાતની કાળજી રાખવી કે આ કપડા જૂના કે વપરાયેલા ન હોવા જોઈએ. હમેશા નવા કપડાનુ જ દાન કરવું. 
 
દેશી ઘી નુ દાન 
જ્યોતિષ શાસ્ત્રના મુજબ ઘીનુ સંબંધ ગુરૂ અને સૂર્યથી જણાવેલ છે. આ દિવસે મકર સંક્રાતિ પર ઘીનુ દાનનુ મહત્વ વધી જાય છે કહે છે કે આ દિવસે ઘીનુ દાન કરિયરમાં લાભ આપે છે અને વ્યક્તિને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મોક્ષનુ માર્ગ ખુલે છે. 
 
ગોળનુ  દાન 
કહે છે કે ગોળ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. ગોળનુ દાન શુભ ફળદાયી હોય છે. ગોળનુ દાન કરવાની સાથે-સાથે આ દિવસે થોડો ખાવો પણ જરૂરી હોય છે. આવુ કરવાથી શનિ, ગુરૂ અને સૂર્ય ત્રણેયના દોષ દૂર થઈ જાય છે.